મોરબીમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા તાત્કાલિક ધોરણે હોસ્પિટલનું રંગ રોગાન હાથ ધરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, આ ઘટનામાં ઘાયલ તમામ દર્દીઓ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. વડાપ્રધાન મોદી ત્યાં તેમની પણ મુલાકાત લઈ શકે છે.
મોરબીની ઘટનાએ સમગ્ર વિશ્વમાં ઓહાપો મચાવી દીધો છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં 134 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ બાબતોની રૂબરૂ માહિતી મેળવવા વડાપ્રધાન મોદી આવતીકાલે મોરબીની મુલાકાતે છે. આથી, મોરબીની હોસ્પિટલમાં રાતો રાત રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે. આ તાત્કાલિક ધોરણે સમારકામ ચાલું કરવાથી અનેક તર્કવિતર્ક સર્જાયો છે
ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારી મોરબીના બ્રિજ તૂટવાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. આ ઘટનાને અત્યારે 24 કલાક ઉપર સમય થઈ ગયો છે. ગુજરતાના તમામ નેતાઓ સહિતના લોકો સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન સહિતના નેતાઓ કાલ રાતથી જ સ્થળ પર હાજર થઈ ગયા છે. આ દદરમિયાન, છેલ્લા 2 દિવસથી વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે છે. આથી, વડાપ્રધાન મોદી આવતી કાલે મંગળવારે મોરબીની મુલાકાત લેશે.
ઝુલતા પુલથી નીચે પડેલા લોકોમાંથી 134 લોકોના મોત થયા છે. આ સિવાયના અનેક લોકો ઘાયલ થયા હતા તેમને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આવતી કાલે વડાપ્રધાન મોદી તૂટેલા પુલ સહિત આ તમામ દર્દીઓને પણ મળી શકે છે. આથી આ કાર્યક્રમ બનતા જ સ્થાનિક તંત્ર દ્વારા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે રંગ રોગાન કરવા લાગ્યા છે. અનેક સુવિધાઓથી વંચિત રહેલી સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે રિનોવેશન શરૂ કરાતા અનેક તર્કવિતર્ક સામે આવી રહ્યા છે. આ દ્વારા તંત્ર અચાનક કામ શરૂ કરવામાં આવતા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે. આ સાથે જ, સિવિલ હૉસ્પિટલમાં કલર કરવાની સાથે જ, ખખડધજ હાલતમાં રહેલા અનેક દરવાજાઓ પણ બદલાવવામાં આવી છે.
Morbi Civil Hospital में रातों रात रंग-पुताई की जा रही है ताकि कल PM Modi के Photoshoot में घटिया बिल्डिंग की पोल ना खुल जाए
141 लोग मर चुके हैं, सैकड़ों लोग लापता हैं, असली दोषियों पर कोई कार्रवाई नहीं हुई लेकिन भाजपाइयों को फोटोशूट करके लीपापोती की पड़ी है..#BJPCheatsGujarat pic.twitter.com/KVDLdblD6C
— AAP (@AamAadmiParty) October 31, 2022
હૉસ્પિટલની ચમક સાથે અનેક સુવિધાઓ એકસાથે મળવા લાગી, તો રાજકીય પક્ષોએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે આ બધું પીએમને બતાવવા માટે કરવામાં આવી રહ્યું છે. જે 27 વર્ષથી નહોતું થયું તે હવે રાતોરાત થઈ રહ્યું છે. કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટીએ આ આ કામ પર જોરદાર પ્રહારો કર્યા છે.
વિપક્ષે સવાલો ઉઠાવ્યા
મોરબી હોસ્પિટલની તસવીરો શેર કરતી વખતે આમ આદમી પાર્ટીએ લખ્યું કે, “મોરબી સિવિલ હોસ્પિટલમાં નાઈટ પેઈન્ટીંગ કરવામાં આવી રહ્યું છે જેથી આવતીકાલે પીએમ મોદીના ફોટોશૂટમાં નબળી ઈમારત ખુલ્લી ન પડે”. 141 લોકો મૃત્યુ પામ્યા છે, સેંકડો લોકો ગુમ છે, અસલી ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ ભાજપના કાર્યકરો ફોટોશૂટથી છવાયેલા છે.