સોશિયલ મીડિયા પર હાથની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને Reddit યુઝર દ્વારા શેર કરવામાં આવી છે અને કહેવાય છે કે કેટલાક લોકો એવી દુર્લભ સ્થિતિ સાથે જન્મે છે કે તેમના હાથમાં નખ નથી હોતા. યૂઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીર જોઈને ઈન્ટરનેટના લોકો દંગ રહી ગયા છે. આ વાયરલ તસવીર એનોનીચિયા નામની સિન્ડ્રોમની દુર્લભ તબીબી સ્થિતિ દર્શાવે છે. તમને જણાવી દઈએ કે, Anonychia congenita એક દુર્લભ સ્થિતિ છે, જે આંગળીના નખ અને પગના નખને અસર કરે છે.
આ તસવીર એક Reddit યુઝરે 1 નવેમ્બરના રોજ શેર કરી હતી અને લખ્યું હતું કે- એમોનીચિયા સાથે જન્મેલા લોકો પાસે નખ નથી હોતા અને તેઓ તેને ઉગાડી શકતા નથી. હાથની આ તસવીર જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા હતા. કેટલાક વપરાશકર્તાઓએ કહ્યું કે રોજિંદા જીવનમાં આવા સિન્ડ્રોમવાળા લોકો માટે તે કેટલું મુશ્કેલ હશે.
એક યુઝરે લખ્યું – અને તમે નારંગી જેવી વસ્તુઓ કેવી રીતે છોલી શકો છો. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ પોસ્ટને 27 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સાથે જ ઘણા યુઝર્સે આ અંગે ફીડબેક પણ આપ્યા છે.