OMG: ઘરના દરવાજાને આ કલરથી રંગવા બદલ મહિલાને 19 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

એક મહિલાને તેના ઘરના દરવાજાને ગુલાબી કલરથી રંગવા બદલ 19 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના સ્કોટલેન્ડની છે અને આ ગુલાબી રંગ જ્યોર્જિયન ઘર સાથે પણ મેળ ખાતો હતો. તે સમયે આ રંગ પણ ખૂબ જ લોકપ્રિય હતો. ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, સ્કોટલેન્ડના એડિનબર્ગમાં એક મહિલાને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેણીએ દરવાજાનો રંગ નહીં બદલ્યો તો તેને 20,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવશે.

એડિનબર્ગના ન્યૂ ટાઉન વિસ્તારમાં રહેતી 48 વર્ષીય મિરાન્ડા ડિક્સને ગયા વર્ષે પણ તેના ઘરના દરવાજાને ગુલાબી રંગથી રંગ્યો હતો, પરંતુ સિટી કાઉન્સિલના આયોજકોએ નવા રંગ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને સફેદ ચળકાટથી રંગવાનો આગ્રહ કર્યો હતો. જોકે આ મહિલાનું કહેવું છે કે તેના દરવાજા સામેની ફરિયાદ ખરાબ ઈરાદાથી કરવામાં આવી હતી.

બે બાળકોની માતાને આ ઘર તેના માતા-પિતા પાસેથી 2019માં મળ્યું હતું અને તેઓએ તેનું નવીનીકરણ કરવામાં બે વર્ષ વિતાવ્યા હતા. ફિનિશિંગ ટચ આપવા માટે, તેણે આગળના દરવાજાને ગુલાબી રંગ આપ્યો.

તેણે ઈન્ડિપેન્ડન્ટને કહ્યું કે “બ્રિસ્ટોલ, નોટિંગ હિલ અને યુકેમાં હેરોગેટના દરવાજા રંગબેરંગી છે અને જ્યારે હું ઘરે પાછો આવું છું ત્યારે આગળનો દરવાજો મને ખુશ કરે છે. મને તેનો ગર્વ છે.”

આ દરવાજો સોશિયલ મીડિયા યુઝર્સમાં લોકપ્રિય છે. ઘણા ઇન્સ્ટાગ્રામ યુઝર્સે આ દરવાજાની સામે તસવીરો ખેંચી છે. પરંતુ સિટી કાઉન્સિલ ઓફ એડિનબર્ગને નવા રંગ સામે વાંધો છે અને દરવાજાને સફેદ રંગ આપવાનો આદેશ આપ્યો છે.

Scroll to Top