બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેની ટીમને શુક્રવારે મોડી રાત્રે કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પર રોકી હતી. લગભગ એક કલાકની પૂછપરછ બાદ શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાનીને એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા પરંતુ કિંગ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમ કસ્ટમ દ્વારા પકડાઈ ગયા હતા. અહેવાલો અનુસાર, શાહરૂખ ખાનની લાખો રૂપિયાની ઘડિયાળ ભારતમાં લાવવા, તેની બેગમાંથી મોંઘી ઘડિયાળોના ખાલી બોક્સ મળવા અને કસ્ટમ ડ્યુટી ન ચૂકવવા બદલ પૂછપરછ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
ખરેખરમાં શાહરૂખ ખાન તેની ટીમ સાથે એક બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાનગી ચાર્ટર VTR-SG દ્વારા દુબઈ ગયો હતો. આ પ્રાઈવેટ ચાર્ટર ફ્લાઈટમાં ગઈ કાલે રાત્રે 12.30 વાગ્યે મુંબઈ પરત ફર્યા હતા. રેડ ચેનલ પાર કરતી વખતે, કસ્ટમને શાહરૂખ ખાન અને તેની ટીમની બેગમાંથી લાખો રૂપિયાની ઘડિયાળો મળી. આ પછી કસ્ટમે બધાને રોક્યા અને બેગની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન બેગમાંથી ઘણી મોંઘી ઘડિયાળો, Babun & Zurbk ઘડિયાળો, રોલેક્સ ઘડિયાળના 6 બોક્સ, સ્પિરિટ બ્રાન્ડની ઘડિયાળો (અંદાજે રૂ. 8 લાખ), એપલ સિરીઝની ઘડિયાળો મળી આવી હતી.સાથે ઘડિયાળના ખાલી બોક્સ પણ મળી આવ્યા હતા. જ્યારે કસ્ટમે આ ઘડિયાળોનું મૂલ્યાંકન કર્યું ત્યારે તેના પર 17 લાખ 56 હજાર 500 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવી હતી. આ પછી, કરોડો રૂપિયાની આ ઘડિયાળો પર લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. એક કલાક સુધી ચાલેલી પ્રક્રિયા બાદ શાહરૂખ અને પૂજા દદલાનીને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યા હતા.
પરંતુ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમના સભ્યોને અટકાવવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, શાહરૂખ ખન્નાના બોડી ગાર્ડ રવિએ 6 લાખ 87 હજાર રૂપિયાનો કસ્ટમ ચૂકવ્યો છે. જેનું બિલ શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિના નામે બનેલું છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ પૈસા શાહરૂખ ખાનના ક્રેડિટ કાર્ડથી ચૂકવવામાં આવ્યા છે. કસ્ટમ્સના આસિસ્ટન્ટ કમિશનર પુગલ અને યુદ્ધવીર યાદવે આ સમગ્ર કાર્યવાહી કરી હતી. આ પછી શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિને સવારે 8 વાગ્યે કસ્ટમ દ્વારા છોડી દેવામાં આવ્યો હતો.