છૂટાછેડાની ખબર વચ્ચે સાનિયા મિર્ઝા-શોએબ એક સાથે ! થયા ટ્રોલ

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વિશ્વના પાવર કપલ્સમાંથી એક છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બંનેએ પોતાના વર્ષો જૂના સંબંધોને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. ઇન્ટરનેટ તેમના છૂટાછેડાના સમાચારોથી ભરેલું છે. આ દરમિયાન, એક માહિતી સામે આવી છે, જેને જાણીને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે, તો કેટલાક ગુસ્સે છે.

મિર્ઝા મલિક શો’ આવી રહ્યો છે

ભૂતકાળમાં, પાકિસ્તાની મીડિયા દ્વારા સતત અહેવાલો આવ્યા હતા કે સાનિયા અને શોએબ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. તે જ સમયે, સાનિયા મિર્ઝાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે આ અહેવાલોને જન્મ આપ્યો છે. પોસ્ટમાં તેણે હાર્ટબ્રેક તરફ ઈશારો કર્યો હતો. જે બાદ બંનેના તલાકની ચર્ચા શરૂ થઈ હતી. આ બધાની વચ્ચે હવે તેના નવા શો ‘ધ મિર્ઝા મલિક શો’ની રિલીઝને લઈને એક અપડેટ સામે આવી છે.

UrduFlix નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે ‘ધ મિર્ઝા મલિક શો’નું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં સાનિયા અને શોએબ એક સુખી અને પરફેક્ટ કપલની જેમ દેખાય છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે- ‘ધ મિર્ઝા મલિક શો’ જલ્દી જ ઉર્દૂફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહ્યો છે.

Scroll to Top