પૈસા ની તકલીફ રહેતી હોય તો કરો કાળ ભૈરવદાદા ના આ મંત્રનો જાપ, જલ્દી મનોકામના પૂરી થશે

દશ દિશાઓમાંથી રક્ષા કરતા ભૈરવનો મહિમા શ્રી ભૈરવથી કાળ પણ ભયભીત રહે છે. તેથી તેમનુ એક રૂપ ‘કાળ ભૈરવ’ના નામથી પ્રચલિત છે.
દુષ્ટોનો નાશ કરવાને કારણે તેમને ‘આમર્દક’ કહેવામાં આવે છે. શિવજીએ ભૈરવને કાશીના કોટવાલ પદ પર સ્થાપિત કર્યા છે.જે વ્યક્તિઓની જન્મ કુંડળીમાં શનિ, મંગળ, રાહુ વગેરે પાપ ગ્રહો અશુભ ફળદાયક છે.

નીચવાત અથવા શત્રુ ક્ષેત્રીય હોય. શનિની સાડાસાતી કે અઢીયાથી પીડિત હોય, તે વ્યક્તિ ભૈરવ જયંતી અથવા કોઈપણ મહિનાની અષ્ટમી, રવિવાર, મંગળવાર કે બુધવાર પ્રારંભ કરી બટુક ભૈરવ મૂળ મંત્રની એક માળા (108 વાર) નો જપ રોજ રુદ્રાક્ષની માળાથી 40 દિવસ સુધી કરે. અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ થશે.
શિવજીનું રૂપ છે કાળ ભૈરવ.એવું મનાય છે કે કાળ ભૈરવ શિવજીનું સ્વરૂપ છે.

તેમની પૂજા કરવા થી તમને ડર નથી સતાવતો. કાળ ભૈરવ તમારુ રક્ષા કવચ બની રહે છે. જો તમે શનિ, રાહુ જેવા પાપી ગ્રહોથી પરેશાન છો, ગરીબી તમારો પીછો નથી છોડતી, કોઈ શારીરિક, આર્થિક, માનસિક સમસ્યાનો શિકાર છો તો તમારે કાળ ભૈરવને પ્રાર્થના કરવી જોઈએ. એવું કહેવાય છે કે કાળ ભૈરવથી કાળ પણ ડરે છે.

કાળ ભૈરવના ભક્તોનું વિશેષ સ્થાન.

કાળ ભૈરવને શિવજીનું રૌદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માગશર મહિનાની કૃષ્ણ પક્ષ આઠમની તિથિએ કાળ ભૈરવ પ્રગટ થયા હતા. આ માટે તેને કાળ ભૈરવ અષ્ટમી પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે કાળ ભૈરવની પૂજા અર્ચના કરે છે તેના પાછળના જન્મ અને આ જન્મમાં કરેલા પાપ નષ્ટ થઈ જાય છે. મૃત્યુ પછી કાળ ભૈરવના ભક્તોનેશિવલોકમાં સ્થાન મળે છે.

ભક્તોનું રક્ષણ કરે છે કાળ ભૈરવ.

એવું મનાય છે કે જે વ્યક્તિનું કાશીમાં મૃત્યુ થાય છે તેને યમદૂત પોતાની સાથે નથી લઈ જઈ શકતા. ત્યાં યમનું શાસન નથી ચાલતું. એ જ રીતે કાળ ભૈરવની પૂજા કરનાર વ્યક્તિ પર કોઈ ભૂત, પિશાચ હાવી નથી થઈ શકતા. જાણો કેવી રીતે તમે કાળ ભૈરવની પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકો છો.

ભૈરવની ઉત્પત્તિ.

શિવપુરાણ અનુસાર માગશર મહિનાના વદની આઠમના બપોરે ભગવાન શિવના અંશ ભૈરવની ઉત્પતિ થઇ હતી. એટલા માટે આ દિવસે કાળભૈરાવાષ્ટમી તરીકે ઓળખવામાં અને ઉજવવામાં આવે છે. પુરાણ અનુસાર અંધકાસુર રાક્ષસે પોતાની દરેક હદ વટાવી દીધી હતી અને પોતાના અભિમાનના મદમાં તેણે ભગવાન શિવ પર પણ હુમલો કરી દીધો હતો ત્યારે તેનો સંહાર કરવા માટે ભૈરવની ઉત્પતિ થઇ હતી.
આ છે વિધિ.

કાળ ભૈરવ અષ્ટમીના દિવસે રાત્રે બાર વાગ્યા પછી કાળ ભૈરવના મંદિરમાં જઈ સરસવના તેલનો દીવો કરો. તેમને બ્લુ રંગના ફૂલ ચડાવ.ખાસ મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તો કોઈપણ દિવસે જૂના કાળ ભૈરવ મંદિરમાં જઈ ત્યાં સાફ સફાઈ કરો. કાળ ભૈરવને સિંદૂર ચડાવો. શનિવારે રાત્રે બાર વાગ્યે ભૈરવ મંદિરમાં જઈ દહીં અને ગોળનો ભોગ ડાવો. ભૈરવ યંત્રની ઘરે સ્થાપના કરી નિયમિત પૂજા કરો.

આ સમયે મળે છે વિશેષ ફળ.

ગુપ્ત નવરાત્રિના દિવસોમાં કાળ ભૈરવની સાધના વધુ ફળદાયી નીવડે છે. ઘણીવાર એવું પણ થાય છે કે કોઈ સાધક કાળ ભૈરવની સાધનામાં વધારે લીન થઈ જાય તો કાળ ભૈરવ તેના શરીરમાં પ્રવેશ કરી જાય છે. કાળ ભૈરવને પોતાના શરીરમાં બોલાવવા માટે आयाहि भगवन रुद्रो भैरवः भैरवीपते। प्रसन्नोभव देवेश नमस्तुभ्यं कृपानिधि। મંત્રનો જાપ કરો. આ બાદ સંકલ્પ કરો કે હું કાળ ભૈરવને મારા શરીરમાં લાવવાનો પ્રયોગ કરુ છું. આરાધના કરવા માટે આ મંત્ર જાપ કરશો તો મનોકામના જલ્દી પૂરી થશે અને કાળ ભૈરવ પ્રસન્ન થશે.

કાયદાકીય કેસ જીતવા માટેનો મંત્ર.

જો તમારે ઘણા સમયથી કોઈ કેસ માટે કોર્ટના ધક્કા ખાવા પડતા હોય અને લાંબા સમયથી કોઈ નિરાકરણ મળતું ના હોય તો તમારે “ऊं हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:।” આ મંત્ર જાપ કરીને તેની સાધના કરવી જોઈએ. આ મંત્રના તમારે ઓછામાં ઓછા 11 જાપ કરવાના રહેશે. આમ કરવાથી તમને ફાયદો ચોક્કસ જોવા મળશે.

કાળ ભૈરવ દાદા ને આટલું ચડાવો.

કાળ ભૈરવને પ્રસન્ન કરવા તેમના મંદિરમાં જઈને મદિરા, અડદ, દૂધ, ફૂલ વગેરે ચડાવી બાબા ભૈરવને પ્રસન્ન કરી શકો. આ ઉપરાંત કોઈપણ ઉપરી બાધાથી પણ છૂટકારો મળી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top