એક ગરુડ કમાન્ડો જ્યારે ડ્યુટી પર હોઈ ત્યારે પણ કમાન્ડો જ હોઈ,એ ઘરે આવે તો પણ કમાન્ડો જ હોઈ, તેને એ પ્રકારની ટ્રેઈનિંગ આપવામાં આવે છે કે તે દરેક સંજોગે લડી શકે,પરંતુ એક સંજોગ એવા પણ હોઈ કે જ્યાં દરેક કમાન્ડો તો ઠીક પણ કમાન્ડો ટ્રેનર પણ થોડા ઘણા અંશે નરમ થઈ જાય, ત્યારે આવી જ એક સ્ટોરી આપણે વાંચીએ.
એક કમાન્ડો નામેં જ્યોતિ પ્રકાશ નિરાલા, જેનું એક સ્વપ્ન હતું કે પોતાની લાડકી બહેન શશીકલા ના લગ્ન અનોખા થાય અને ધામ-ધૂમથી થાય, દરેક ભાઈનું સ્વપ્ન હોઈ ,કે પોતાની બહેન નું લગ્ન ધામધૂમથી થાય,પરંતુ દરેક વાત કિસ્મતને મંજુર નથી હોતી, આવીજ એક સ્ટોરી છે જેમાં જ્યોતી પ્રકાશ નિરાલા શહીદ થતા તેમની બહેનને લગ્ન માં વિદાય આપવા કમાન્ડો આવી પહોંચ્યા.દુલ્હન ને શહીદ ભાઈ ની કમી મહેસુસ ના થાઈ એટલા માટે લગ્ન માં પહોંચ્યા 100 કમાન્ડો ,આવા અંદાજ માં આપી વિદાઇ.
જ્યારે પણ કોઈ છોકરી લગ્ન કરે છે, ત્યારે તે તેના માટે તે શણ એક ખુશ ક્ષણ હોઈ છે. જ્યારે આ લગ્નમાં આખું કુટુંબ એક સાથે હોય, ત્યારે સુખ બમણું થઈ જાય છે. ખાસ કરીને છોકરીના લગ્નમાં, તેનો ભાઈ મોટી ભૂમિકા ભજવે છે.લગ્નની તૈયારીથી બહેનને ભાવનાત્મક ટેકો આપવા સુધી, ભાઈ ની આ સમયે ઘણી બધી જીમેંદારી ઓ હોઈ છે. બીજી બાજુ છોકરીના ના પપ્પા ને પણ છોકરાના હોવાથી છોકરીના લગ્ન માં મદદ મળી જાઇ છે.
જો કે બિહાર ના કારાકાટ માં રેહવા વાળા તેજનારાયનસિંહ ની કિસ્મત આવું નહોતું લખ્યું , હકીકત માં તાજેતર માં તેજનારાયનસિંહ ની દીકરી શસિકલા ના લગ્ન હતા. એમની બહેન ના લગ્ન માટે તેજનારાયન ના પુત્ર એ અબે શશીકલા નો ભાઈ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલા એ કેટલાય સપના જોયા હતા. પરંતુ કમનસીબે તે તેની બહેનના લગ્ન જોવા માટે જીવતો રહી શક્યો નહીં, અને તે શહીદ થઈ ગઈ.
ખરેખર, જ્યોતિ પ્રકાશ નિરાલાને બાન્દીપોરા એન્કાઉન્ટરમાં શહીદ થયો હતો. આ સમય દરમિયાન, તેમને આતંકવાદીઓ સાથે એક મજબૂત એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. જ્યોતિએ એ વખતે બે આતકવાદીઓ ( કમાન્ડર લખવી નો ભત્રીજો ઉબૈદ ઉર્ફ ઓસામા અને મહેમુદ નો ભાઈ ) ને મોત ના ઘાટે ઉતારી દીધા હતા. માત્ર એટલું જ નહીં, તેમણે આ ઇજામાં તેમના ઇજાગ્રસ્ત સાથીઓના જીવન પણ બચાવી લીધા. જો કે, તેમાંથી તેઓ પણ શહીદ થઈ ગયા. પુત્ર ને મરી ગયા પછી પિતા ને બોવ જ ચિંતા માં હતા, ખાસકરીને દીકરી ના લગ્ન ને લઈ ને ખુબજ ચિંતા માં છે,જોકે જ્યોતિ ના સાથેના કમાન્ડો એ તેના પિતા ને દીકરા ની કમી અનુભવવા નથી દીધી.
જ્યારે બિહાર ના બદિલાડીહ માં શશીકા ના લગ્ન પાલી રોડ ના સુજીત કુમાર સાથે થઈ રહ્યા હતા, એ વખતે ગરુડ કમાન્ડો ના લોકો પણ આવી ગયા . આ દરમિયાન એ જૂની પરંપરા ને કારણે તેમને શશીક ના પગ નીચે એમની હથેળી રાખી ને તેને વિદાઇ આપી, આ લગ્ન ન વખતે વાયુ સેના ની ગરુડ ટીમ ના 100 કમાન્ડો આવ્યા હતા.આ બધું દશ્ય ભાવાત્મક કરી દે તેવો હતો, શહીદ જ્યોતિ ના પિતા નું કહેવું છે કે ગરુડ કમાન્ડો ના આવવા ને કારણે એમને લગ્ન માં છોકરા ની કમી મહેશુંસ ના થઇ. એ જ કન્યા બનેલી શશીકા ને પણ એક સાથે 100 ભાઈ મળી ગયા એવામાં પિતા તેજનારાયન સિંહ એ ગરુડ કમાન્ડો ના પ્રતિ આભાર વ્યક્ત કર્યો.
બતાવી દઈ એ કે જ્યોતિ અશોક ચક્રના આદરણીય કમાન્ડો હતા.પ્રજાસત્તાક દિવસના પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને અશોક ચક્ર આપ્યું હતું. અહીં ઈન્ટરનેટ પર જ્યારે લોકો ને આ બધી ઘટના ખબર પડી ત્યારે એમની પણ આખો માંથી પાણી આવી ગયું. દરેક વ્યક્તિએ એર ફોર્સ કમાન્ડોઝની આ ઘટના થી બધા જ લોકો પ્રશંસા કરવા લાગ્યા . એક યુઝરે લખ્યું કે બહેન એ એક ભાઈ ખોયો તો ભગવાને એને 100 ભાઈઓ આપ્યા. તેમજ બીજા યુઝરે લખ્યું કે “ આજ કારણ થી આપડી ઇન્ડિયન આર્મી ની વાત જ અલગ છે. તમારા બધા માટે શુભેચ્છાઓ.”
આથી આ આખી ઘટના ઉપર તમે શુ કેવા માંગો છો. ? તમારો જવાબ કોમેન્ટ માં લખવાનું ના ભૂલતા.