મલાઈકા અરોરા નવા રિયાલિટી શો મૂવિંગ ઇન વિથ મલાઈકા સાથે ચાહકોને તેના જીવનની ઝલક બતાવશે. આ શો ડિઝની + હોટસ્ટાર પર 5 ડિસેમ્બરથી સ્ટ્રીમ થશે. આ શો પ્રસારિત થાય તે પહેલાં મલાઈકાએ તેના સુપર સ્ટાઇલિશ મુંબઈ ઘરની ઝલક બતાવી છે. ડિઝની + હોટસ્ટાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે મૂવિંગ ઇન વિથ મલાઈકાનું શૂટિંગ આજથી શરૂ થઈ રહ્યું છે.
અહીં મલાઈકા અરોરાના ઘરની ક્યુરેટેડ તસવીરો સામે આવી છે, જેમાં પ્રવેશદ્વાર, તેના લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન તેમજ તેના વોક-ઈન રૂમની તસવીરો શેર કરવામાં આવી છે.
આ દરમિયાન મૂવિંગ ઇન વિથ મલાઈકા 5 ડિસેમ્બરથી ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ 16 એપિસોડની શ્રેણી સોમવારથી ગુરુવાર સુધી પ્રસારિત થશે. મલાઈકા અરોરા છૈયા છૈયા, મુન્ની બદનામ હુઈ, અનારકલી ડિસ્કો ચલી અને હેલો હેલો જેવા લોકપ્રિય ગીતો પર તેના નૃત્ય પ્રદર્શન માટે જાણીતી છે.
મલાઈકા અરોરા એક્સ મોડલ અને વીજે પણ રહી ચુકી છે. તેણે ભારતના શ્રેષ્ઠ ડાન્સ શો નચ બલિયે, ઝલક દિખલા જા અને જરા નચકે દિખાને પણ જજ કર્યા છે. તેણે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને સુપર મોડલ ઓફ ધ યર જેવા શોને પણ જજ કર્યા છે. આ સિવાય મલાઈકા અરોરા યોગા સ્ટુડિયો, એપેરલ બ્રાન્ડ અને ફૂડ-ડિલિવરી પ્લેટફોર્મ પણ ચલાવે છે.
અંગત જીવનની વાત કરીએ તો મલાઈકા અરોરા સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાનની પૂર્વ પત્ની છે. બંનેને એક પુત્ર છે. જ્યારે મલાઈકા આ દિવસોમાં અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર બંનેનો દબદબો છે. રિપોર્ટ્સ અનુસાર બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.