ક્રિકેટ ના મેદાનમાં આજે હાઈ-પ્રોફાઇલ મુકાબલો છે, આજે જે મેચ છે તેને ફક્ત હિન્દુસ્તાન-પાકિસ્તાન નહીં પણ સમગ્ર દુનિયા જોવા માટે આતુર છે, ભારત પાકિસ્તાન નો મુકાબલો હમેશા રોમાંચક છેક છેલ્લા બોલ સુધી રહ્યો છે, આવી મેચને જોવા માટે હજારો લોકો આતુર છે પરંતુ આ મેચની ટિકિટ ફક્ત 15 મિનિટમાં વેચાઈ ગઈ.
આજે મેઘરાજા જો મેચની મજા ના બગાડે તો સાંજથી જ જાણે દેશમાં કરફ્યુ હોઈ એમ વાતાવરણ થઈ જશે, રસ્તાઓ ઉપર ભીડ ઓછી જોવા મળશે, અને હા અમદાવાદીઓને આજે ટ્રાફીક નહીં નડે,આ મેચ પેહલા બે ભારતીય દિગગજો દ્વારા એક વાત કહેવામાં આવી છે જે આપ વાંચો..માન્ચેસ્ટર ભારતીય ક્રિકેટના બે મોટા દિગ્ગજ સૌરવ ગાંગુલી અને સચિન તેંદુલકરે કહ્યું કે, પાકિસ્તાન વિરુદ્ધ ની વર્લ્ડ કપ મેચમાં ભારત એવું વિચારીને મેદાન પર ન ઉતરે કે, તે જ જીતનું દાવેદાર છે.
પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલમાં પાકિસ્તાનને હળવાશમાં લેવાનું પરિણામ ભોગવી ચૂકી છે. ગાંગુલીએ કહ્યું કે, ભારતે સાવધાન રહેવું પડશે, તેમને મેચમાં એ વિચારીને ન ઉતરવું
જોઈએ કે તે જીતના દાવેદાર છે. મને લાગે છે કે, 2017માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે આવું કહ્યું હતું અને પાકિસ્તાને તેને હરાવી દીધું હતું. આ વખતેનો મુકાબલો શાનદાર થવાનો છે.
માસ્ટર બ્લાસ્ટર સચિને પણ કહ્યું કે, ભારતીય ટીમે કટ્ટર હરિફને હળવાશથી ન લેવી જોઈએ. તેણે કહ્યું, ‘પાકિસ્તાનની ટીમ હંમેશાં ચોંકાવનારી સાબિત થઈ છે અને તે એક ખતરનાક ટીમ છે. આવામાં ભારતે તેને હળવાશથી ન લેવી જોઈએ. ભારતીય ટીમ જે પણ કદમ ઉઠાવશે તેના માટે પૂરી રીતે આશ્વસ્ત રહેવું પડશે. પૂરા પ્લાનિંગ અને તૈયારી સાથે મેચ માટે જવું પડશે.’
બંને દિગ્ગજોએ માન્યું કે, ભારત-પાકિસ્તાનની ટક્કર ક્રિકેટ મેચથી ક્યાંક વધારે હોય છે. ગાંગુલીએ કહ્યું કે, બંને દેશો વચ્ચેની મેચ અંગે લોકોની ભાવનાઓ ચરમ પર હોય છે અને ઘણો રોમાંચ હોય છે. આવામાં રવિવારે માન્ચેસ્ટરમાં થનારી મેચ ઘણી મોટી થવાની છે. કેપ્ટન તરીકે હું 2003-04માં પ્રથમવાર પાકિસ્તાન ગયો હતો. અમે ત્યાં પહેલા ક્યારેય જીત્યા નહોતા પણ તે પ્રવાસ પર અમે ટેસ્ટ અને વન-ડે બંને સિરીઝ જીતવામાં સફળ રહ્યાં હતા. પાકિસ્તાન વિરુદ્ધ રમવાની મારી યાદો ભારતીય ક્રિકેટનો સુવર્ણ તબક્કો રહ્યો.
તેંદુલકરે પણ 2003ના પ્રવાસની તૈયારીઓને યાદ કરતા કહ્યું કે, ‘એક વર્ષ પહેલા (2002)’ અમે એકબીજા વિરુદ્ધ રમ્યા હતા અને લોકો આ પ્રવાસની ચર્ચા કરવા લાગ્યા હતા. લોકો કહેતા હતા કે, કંઈપણ થઈ જાય આપણે હારવાનું નથી.
દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેએ કહ્યું કે, બંને દેશો એકબીજા વિરુદ્ધ બહુ ઓછું રમે છે એટલે આ મેચ પાસેથી અપેક્ષાઓ ઘણી વધી જાય છે. તેમણે કહ્યું, ‘જો તમારે વર્લ્ડકપ જીતવો હોય તો તમારે અન્ય ટીમોને સતત હરાવવી પડશે. ભારત-પાકિસ્તાનની મેચ હંમેશાં સૌથી મોટી મેચ હોય છે. ICCને પણ એ ખબર હોય છે કે, તેમણે મેચની ટિકિટ નું વેચાણ શરૂ કરતાની સાથે જ 15 મિનિટમાં બધી ટિકિટો વેચાઈ ગઈ હીતી, ભારત-પાકિસ્તાનની મેચનું આ મહત્વ છે.’