ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે. ગઈકાલે જ વિવિધ મતદાન મથકો પર EVM પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ચૂંટણીના મહાપર્વમાં કોઈ વિધ્ન ન આવે તે માટે મતદાન મથકો પર ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Former Gujarat CM Vijay Rupani and his wife Anjali Rupani cast their votes at a polling station in Rajkot, in the first phase of #GujaratAssemblyPolls pic.twitter.com/Kvain9rjCU
— ANI (@ANI) December 1, 2022
આજે ગુજરાતમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રથમ તબક્કાની 89 બેઠક પર આજે મતદાન થશે. 19 જિલ્લાની 89 બેઠક પર મતદારો મતદાન કરશે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની 89 બેઠક પર આજે મતદાન શરૂ થયુ છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે, તો સાથે વોટિંગ માટે મતદાન મથકો પણ ખૂલી ગયા છે. 19 જિલ્લાઓની 89 બેઠકો માટે 14 હજાર 382 મતદાન મથક સ્થળો પર કુલ 25 હજાર 430 મતદાન મથકોમાં લોકો મતદાન કરશે.
Gujarat BJP chief CR Paatil casts his vote for the first phase of #GujaratElections at a polling station in Surat. pic.twitter.com/4ZcRGRtQOn
— ANI (@ANI) December 1, 2022
લોકશાહીના પર્વમાં 2 કરોડ 39 લાખ, 76 હજાર 670 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
6 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે
1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો મતદાન કરશે.
1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે.
લોકશાહી એટલે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતી સરકાર. લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે, માટે મત જરૂર આપજો. લોકશાહીના આ અવસરને આપણે બધાં પોત પોતાના મતની શક્તિનો ઉપયોગ કરીને ઉજવીએ. 19 જિલ્લામાં કયા જિલ્લાની કેટલી બેઠકો પર મતદાન થશે તેની વાત કરીએ તો 19 જિલ્લામાં કયા જિલ્લાની કેટલી બેઠકો પર મતદાન થશે તેની વાત કરીએ તો…
કચ્છ જિલ્લાની 6 બેઠક….
સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક..
મોરબી જિલ્લાની 3 બેઠક..
રાજકોટ જિલ્લાની 8 બેઠક…
જામનગર જિલ્લાની 5 બેઠક…
દેવભૂમિ દ્વારકાની 2 બેઠક…
પોરબંદર જિલ્લાની 2 બેઠક..
જૂનાગઢ જિલ્લાની 5 બેઠક..
ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક …
અમરેલી જિલ્લાની 5 બેઠક..
ભાવનગર જિલ્લાની 7 બેઠક..
બોટાદ જિલ્લાની 2 બેઠક..
નર્મદા જિલ્લાની 2 બેઠક…
ભરૂચ જિલ્લાની 5 બેઠક..
સુરત જિલ્લાની 16 બેઠક..
તાપી જિલ્લાની 2 બેઠક..
ડાંગ જિલ્લાની 1 બેઠક..
નવસારી જિલ્લાની 4 બેઠક..
વલસાડ જિલ્લાની 5