આજના આ કળિયુગની મોંઘવારી માં દરેકની એક આશા હોઈ કે અમે જેટલું કમાઇએ છે તેમાંથી થોડોક ભાગ અમે સેવિંગ માં મૂકીએ જેથી અમને જ્યારે ખરા અર્થમાં જરૂર પડે ત્યારે અમને સારી એવી રકમ મળે, પરંતુ આ કાળઝાડ મોંઘવારીમાં દરેક લોકો પૈસા બચાવી શકતા નથી ત્યારે અમે તમને એક પોસ્ટઓફિસ ની સ્કીમ વિશે જણાવીશું જેમાં તમને અઢળક લાભ મળશે.
પૈસાને પૈસા બનાવા માટે ઘણી એવી સ્કીમ બઝારમાં ઉપલબ્ધ છે. પરંતુ પોસ્ટ ઓફીસ માં એક એવી સ્કીમ છે જ્યાં બેંક કરતા પણ વધારે વ્યાજ મળે છે. જો તમે ત્યાં તમારું ખાતું ખોલાવો છો તો તમને 7.3 ના દર થી વ્યાજ મળશે. આ હિસાબ થી જો તમે રોજના 33 રૂપિયા અથવા મહિનાના 1000 રૂપિયા જમા કરાવો તો તમને રીટર્ન માં 72000 રૂપિયાથી પણ વધારે રાશિ મળશે. આવો જાણીયે કેવી રીતે ખુલશે ખાતું અને શું છે એની પ્રક્રિયા…
ક્યારે પણ ખોલાવિ શકો છો એ ખાતું.
પોસ્ટ ઓફીસનું એ ખાતા ને તમે દેશની કોઈ પણ બ્રાન્ચમાં ખોલાવી શકો છો. એ ચાહો તો તમે એક થી વધારે ખાતું ખોલાવી શકો છો. એના સિવાય બે લોકો મળીને પણ આ ખાતાને ઓપરેટ કરી શકે છે.
33 રૂપિયાની બચત એવી રીતે બનાવશે માલામાલ.
પોસ્ટ ઓફીસ માં એ રીકરિંગ ડિપોઝિટ સ્કીમ માં તમે 33 રૂપિયા દર રોજ અથવા 1000 રૂપિયા મહિનામાં જમા કરાવી શકો છો. વર્તમાન 7.3 % રીટર્ન ને હિસાબ થી કેલ્ક્યુલેટ કરીએ તો 5 વર્ષમાં તમારી રકમ 72505 થઈ જશે. આ દરમિયાન, તમારી મુખ્ય રકમ આશરે 60 હજાર રૂપિયા હશે.
એવી રીતે ઉઠાવી શકો છો લાભ.
પોસ્ટ ઓફીસની આ સ્કીમ નો લાભ ઉઠાવા માટે તમારે દર મહિને નિયત તારીખે પૈસા જમા કરવાના રહેશે. તમે એક થી પંદર તારીખ સુધી પૈસા જમા કરાવી શકો છો. 1 તારીખ ના ખુલા ખાતામાં તમે મહિના ની 15 તારીખ સુધી ડિપોઝિટ કરાવી શકો છો. 16 તારીખ ના ખુલા ખાતા માં ડિપોઝિટ કરવાની છેલ્લી તક તમારા માટે મહિના ની અંતિમ તારીખ સુધી હોય છે.
72,000 રૂપિયા બનાવવાના ફોર્મ્યુલા ને તમે આવી રીતે સમજી શકો છો.
જો તમે દર મહિને 1,000 રૂપિયાના હિસાબે જમા કરાવ્યા હોય તો એક વર્ષમાં તમે 12,000 રૂપિયા જમા કર્યા. 7.3 ટકાના વ્યાજ હિસાબ મુજબ, તમે એક વર્ષમાં 12,482 રીટર્ન મેળવી શકો છો. એ જ રીતે જો તમે પાંચ વર્ષ સુધી પૈસા જમા કર્યા હોય તો તમને 72505 રીટર્ન મળશે.