સહપરિવાર સાથે રહે છે અહીં ગણપતિ, વિશ્વનું એક માત્ર મંદિર, જાણો તેના વિશે

તમે દુનિયામાં ઘણાં બધાં મંદિરોમાં ફરવા ગયા હશો, ગણપતિ મંદિરમાં પણ તમે ગયા હશો, પરંતુ એક વાત તમે ત્યાં નોટિસ કરી ? કે અહીં ગણપતિ મહારાજની એકલાની મૂર્તિ હોઈ છે, પરંતુ આજે અમે આપને બતાવીશું એક મંદિર જ્યાં સમગ્ર પરિવાર સાથે ગણપતિ મહારાજ વિરાજમાન છે, તો જાણો એ વિશે

દુનિયાનું એકમાત્ર અનોખું ગણપતિ દાદાનું મંદિર.

દુનિયામાં ગણપતિ દાદાના અનેક મંદિરો આવેલા છે. બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે તેમની ઘણી પ્રતિમાઓ તમે જોઈ હશે. પરંતુ ગુજરાતમાં જ એક એવું ગણેશ મંદિર છે, જ્યાં તેમને સમગ્ર પરિવાર વસે છે. પૂરા પરિવારમાં બંને પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ, પુત્રી- માતા સંતોષી અને બંને પુત્ર- લાભ અને શુભ તથા પૌત્ર- ક્ષેમ અને કુશલ આવે છે.

અંબાજીમાં અહીં આવ્યું છે મંદિર.

બનાસકાંઠામાં આવેલા અંબાજીના મંદિરમાં તો તમે ઘણીવાર ગયા હશો. પરંતુ આ પ્રાચીન મંદિરના પરિસરમાં જ સિદ્ધિ વિનાયક સહપરિવાર વિરાજે છે. મંદિરના પુજારી મુજબ આ દુનિયાનું એકમાત્ર મંદિર છે, જ્યાં ગણેશજીની સહકુટુંબ પૂજા થાય છે.

આવો છે ગણપતિનો સમગ્ર પરિવાર

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન ગણેશનું શરીર વિશાલકાય અને મોઢાની જગ્યાએ હાથીનું મુખ લાગેલું હોવાથી કોઈ કન્યા તેમનીસાથે લગ્ન કરવા તૈયાર નહોતી. આથી ભગવાન ગણેશે ગુસ્સે થયા અને પોતાના વાહન મુષકને સમસ્ત દેવી-દેવતાઓના લગ્નમાં વિધ્ન નાખવાનો આદેશ આપ્યો.

કેવી રીતે થયા હતા ગણેશજીના લગ્ન?

આ બાદ જ્યાં પણ લગ્ન થતાં મૂષક ત્યાં પહોંચીને વિધ્ન નાખી દેતા.કંટાળીને દેવતાઓએ ભગવાન બ્રહ્માને કોઈ ઉપાય કરવા માટે કહ્યું ત્યારે બ્રહ્માએ બે કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિનું સર્જન કર્યું અને તેમના વિવાહ ગણેશજી સાથે કરાવ્યા. આવી રીતે બુદ્ધિ અને વિવેકના દેવી રિદ્ધિ અને સફળતાના દેવી સિદ્ધિના લગ્ન ગણેશજી સાથે થયા જેમના દ્વારા તેમના શુભ અને લાભ નામના બે પુત્ર થયા.

માતા સંતોષી ગણેશજીના સંતાન.

ધર્મગ્રંથોમાં કેટલીક જગ્યાઓ પર માતા સંતોષીને ગણેશજીના સંતાન બતાવાયા છે. જેનું પ્રમાણ અહીં મળે છે. સાથે જ ગણેજીના બે પૌત્ર ક્ષેમ અને કુશળ પણ અહીં વિરાજે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top