અહીં ગુંડાગર્દીની હદ થઇ પાર, 100થી વધુ લોકો ઘરમાં ઘૂસીને યુવતીનું અપહરણ કર્યું, વીડિયો આવ્યો સામે

તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના આદિભાટલા વિસ્તારમાં 100થી વધુ લોકોએ ઘરમાં ઘૂસીને એક બાળકીનું અપહરણ કર્યું હતું. એટલું જ નહીં લોકોએ મકાનો અને વાહનોમાં તોડફોડ પણ કરી હતી. વિરોધ કરવા પર પિતાને પણ લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો.

પીડિતાના પરિવારનું કહેવું છે કે લગભગ 100 લોકો તેમના ઘરમાં ઘૂસી ગયા અને તેમની 24 વર્ષની દીકરી વૈશાલીને બળજબરીથી ઉપાડી ગયા. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાય યુવકો એક ઘરમાં ઘૂસીને ઝઘડો કરતા જોવા મળે છે.

પોલીસે મહિલાને બચાવી હતી

બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અપહરણની માહિતી પર ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે એક કલાકથી વધુ ચાલેલા ઓપરેશન બાદ મહિલાને અપહરણકર્તાઓથી છોડાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્યની શોધ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ ચોક્કસપણે ગંભીર ગુનો છે. આ મામલે આઈપીસીની કલમ 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Scroll to Top