નવી દિલ્હીઃ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કેટરીના કૈફ સતત ચર્ચામાં રહે છે. કેટરીના કૈફ હાલમાં જ ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત કપૂર અને ઈશાન ખટ્ટર જોવા મળ્યા હતા. લગ્ન પછી કેટરીનાની આ પહેલી ફિલ્મ હતી. જો કે લોકોને આ ફિલ્મ બહુ પસંદ આવી ન હતી, પરંતુ કેટરીનાના કમબેકથી તેના ફેન્સ ખૂબ જ ખુશ હતા. કેટરિના કૈફ પણ ઘણીવાર ઈવેન્ટ્સમાં જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રી એક ઇવેન્ટમાં જોવા મળી હતી, જેમાં તે હંમેશની જેમ સુંદર લાગી રહી હતી પરંતુ આ દરમિયાન કેટલાક લોકો તેને ખૂબ જ સામાન્ય પ્રશ્ન પૂછતા જોવા મળ્યા હતા.
ખરેખરમાં ઇન્સ્ટન્ટ બોલિવૂડના પેજ પરથી કેટરીનાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીને ખૂબ જ સુંદર ચમકદાર ગાઉનમાં જોઈ શકાય છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. જો કે, આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ કેટરિનાને તેની પ્રેગ્નન્સી અંગે સવાલો કરવા લાગ્યા હતા. વીડિયો જોયા બાદ કેટલાક લોકો કહે છે કે કેટરીના પ્રેગ્નન્ટ છે. વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ તરફથી અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયોને લાખો લાઈક્સ મળી છે.
View this post on Instagram
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ઓહ કેટરીના ચોક્કસપણે પ્રેગ્નન્ટ છે’. તો ત્યાં બીજા યુઝરે લખ્યું છે કે, ‘લુકિંગ પ્રેગ્નન્ટ’. અન્ય એક યુઝરે લખ્યું, ‘શું આ બેબી બમ્પ છે’. આ રીતે કેટરિનાને જોયા બાદ લોકો ઘણા સવાલો કરી રહ્યા છે. ખેર હવે આવનારા સમયમાં ખબર પડશે કે આ અભિનેત્રી ખરેખર પ્રેગ્નન્ટ છે કે પછી લોકોના મનમાં તે માત્ર એક ભ્રમણા છે.