હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘અવતાર 2’ (અવતાર ધ વે ઓફ વોટર) આ દિવસોમાં સિનેમાઘરોમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યાં જ અવતાર 2 પ્રેક્ષકો માટે જીવનનો દુશ્મન બની ગઇ છે. સિનેમા હોલમાં ફિલ્મ જોઈ રહેલા દર્શકો વધુ ઉત્સાહિત હોવાના કારણે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે. વ્યક્તિનું મોત જોઈને થિયેટરનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું હતું.
આ ઘટના આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ શહેરની છે. અવતાર 2 જોતી વખતે જીવ ગુમાવનાર વ્યક્તિનું નામ લક્ષ્મી રેડ્ડી શ્રીનુ જણાવવામાં આવી રહ્યું છે. તેઓ હાઈ બ્લડપ્રેશરથી પણ પીડાતા હતા. ડોક્ટર્સનું કહેવું છે કે ફિલ્મ જોતી વખતે તે વ્યક્તિ વધારે ઉત્સાહિત થઈ ગયો, જેના કારણે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું. આ ઘટનાથી અન્ય લોકો આઘાતમાં છે.
મળતી માહિતી મુજબ લક્ષ્મી રેડ્ડી તેના ભાઈ સાથે ફિલ્મ જોવા ગઈ હતી. દરમિયાન તે થિયેટરમાં જ ખુરશી પરથી પડી ગયો અને તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેના મૃત્યુની પુષ્ટિ કરી. મૃતક પરિણીત હતો અને તેને એક પુત્ર અને એક પુત્રી છે.
તમને જણાવી દઈએ કે, જેમ્સ કેમરન દ્વારા નિર્દેશિત અવતાર ધ વે ઓફ વોટરને ભારતમાં લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.