અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેની સિંગલ જજની બેન્ચે જામીન નામંજૂર કરતી વખતે એક સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું હતું. ખરેખરમાં શિક્ષક પર 12 વર્ષની વિદ્યાર્થીનીનું યૌન શોષણ કરવાનો આરોપ છે. આ કેસમાં શિક્ષકના જામીન પર સુનાવણી કરતી વખતે બેન્ચે શ્લોકનો પાઠ કર્યો, ‘ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કોર્ટે પક્ષકારો વચ્ચે કોર્ટની બહારના સમાધાનને પણ નકારી કાઢ્યું હતું.
જસ્ટિસ દવેએ શાળાના શિક્ષકના જામીન ફગાવી દેતાં કહ્યું હતું કે શિક્ષકે રક્ષક તરીકે કામ કરે તેવી અપેક્ષા છે. આરોપી તરફથી આવા જઘન્ય કૃત્યો પીડિતા પર જીવનભર માનસિક અને ભાવનાત્મક અસર કરે છે. આરોપીએ 12 વર્ષની નાની ઉંમરે બાળકીના જીવન પર અમીટ છાપ છોડી દીધી છે.
કોર્ટે આ ટિપ્પણી કરી
કોર્ટ દ્વારા 30 નવેમ્બરના રોજ આદેશ આપવામાં આવ્યો હતો અને સોમવારે તેને જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું કે આ એવો મામલો છે જેમાં વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને સામાજિક મૂલ્યોને નુકસાન થયું છે. આથી આરોપીઓ કોઈપણ પ્રકારની સહાનુભૂતિ કે કોઈપણ પ્રકારની હળવાશને પાત્ર નથી.
આ સમગ્ર મામલો
જુલાઈ 2022માં શાળાએથી પાછા ફર્યા પછી છોકરીએ તેના માતા-પિતાને ફરિયાદ કરી કે તેના શિક્ષક નિહાર બરાડે તેના પ્રાઈવેટ પાર્ટને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને તેથી તે બીજા દિવસથી શાળાએ નહીં જાય. વાલીઓએ સૌપ્રથમ આ અંગે શાળા સંચાલકને ફરિયાદ કરી અને બાદમાં ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.