પીએમ મોદીએ માતા હીરાબાનાં અંતિમદર્શન કર્યા, અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું શુક્રવારે નિધન થયું છે. તેમણે આ વર્ષે જૂનમાં પોતાના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ મહેસાણામાં થયો હતો. હીરાબેનના લગ્ન દામોદરદાસ મુલચંદ મોદી સાથે થયા હતા. દામોદરદાસ ત્યારે ચા વેચતા હતા. હીરાબેન અને દામોદરદાસને 6 બાળકો હતા. ત્રીજા નંબરે નરેન્દ્ર મોદી હતા. હીરાબેન અને દામોદરદાસને અન્ય બાળકો છે – અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને પુત્રી વાસંતીબેન હસમુખલાલ મોદી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલીસવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

હીરાબેન જીવનભર સંઘર્ષ કરતી સ્ત્રી હતા. પીએમ મોદીએ પોતાની માતાના સંઘર્ષનો ઘણી વખત ભાવનાત્મક રીતે ઉલ્લેખ કર્યો છે. 2015માં ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ તેમની માતાના સંઘર્ષને યાદ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મારા પિતાના અવસાન પછી માતા બીજાના ઘરે જઈને વાસણો સાફ કરતી અને પાણી ભરીને ગુજરાન ચલાવતી અને અમને ખવડાવતી.’ ત્યારબાદ માતાની સમસ્યાઓને યાદ કરીને પીએમ મોદી ભાવુક થઈ ગયા અને રડી પડ્યા હતા.

જ્યારે હીરા બાએ ચોરોનો સામનો કર્યો

પ્રહલાદ મોદી એક કિસ્સો સંભળાવે છે કે તેમની માતા તેમને કહેતી હતી કે તે જે ઘરમાં રહેતી હતી તેની દિવાલ પડી ગઈ હતી. તે સૂતી હતી, તેની નાની બહેન તેની બાજુમાં હતી. પછી ચોર આવ્યા. તેના હાથમાં હથિયારો હતા. પરંતુ પછી માતાએ ઉભા થઈને ચોરો સામે લડત આપી. ચોરોએ ભાગવું પડ્યું.

Scroll to Top