ભારત માટે આ 5 બોલરોએ ફેંક્યો સૌથી ઝડપી બોલ, આ બોલરે ટોપ પર 155ની સ્પીડથી ફેંક્યો બોલ

ઉમરાન મલિકે શ્રીલંકા સામેની ટી-20 મેચમાં 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને ઈતિહાસ રચ્યો હતો. તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલર બની ગયો છે. ઉમરાન આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. તેણે આઈપીએલમાં પણ 157 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે.

જવાગલ શ્રીનાથ
જવાગલ શ્રીનાથની ગણતરી ભારતના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે 1999ના વર્લ્ડ કપમાં 154.5 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.

ઈરફાન પઠાણ
ઈરફાન પઠાણ કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગ માટે પ્રખ્યાત છે. તેણે ભારત માટે 153.7 પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. ઈરફાન પઠાણ વર્ષ 2007માં ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર ટીમનો ભાગ રહી ચૂક્યો છે.

મોહમ્મદ શમી
મોહમ્મદ શમી રિવર્સ સ્વિંગનો માસ્ટર છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. તેણે ભારત માટે 153.3 પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે.

જસપ્રિત બુમરાહ
જસપ્રીત બુમરાહ ભારત માટે સૌથી ઝડપી બોલરની બાબતમાં પાંચમા નંબર પર છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 152.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.

Scroll to Top