અમદાવાદ: ન્યુઝીલેન્ડ સામે ભારતની ટી-20 ઈન્ટરનેશનલ જીતમાં અણનમ 126 રન બનાવનાર બેટ્સમેન શુભમન ગીલે કહ્યું કે તેણે તેની શાનદાર ઈનિંગ્સમાં સામાન્ય કંઈ કર્યું નથી અને તેની કુદરતી રમત રમી હતી. ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ગિલની પ્રથમ સદી અને બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતે બુધવારે ત્રીજી અને અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવીને આ ફોર્મેટમાં તેમની સૌથી મોટી જીત નોંધાવી અને શ્રેણી 2-1થી જીતી લીધી.
ગિલે મેચ પછી કહ્યું, ‘જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો અને તે પરિણામ આપે છે, ત્યારે તે સારું લાગે છે. ટીમ માટે સારી ઇનિંગ રમીને ખૂબ જ ખુશ છું. સિક્સર મારવાની દરેક વ્યક્તિની પોતાની ટેકનિક હોય છે.તેણે કહ્યું, ‘હાર્દિક ભાઈએ મને મારી કુદરતી રમત રમવાનું કહ્યું અને મારે કંઈ વધારાની કરવાની જરૂર નથી.’
કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે મેદાન પર નિર્ણય લેતી વખતે તે સામાન્ય રીતે પોતાની વૃત્તિને અનુસરે છે. પંડ્યાએ કહ્યું, ‘મેં હંમેશા આવી રમત રમી છે. હું પરિસ્થિતિને સમજું છું અને સમયની જરૂરિયાત મુજબ નિર્ણય કરું છું. હારથી નિરાશ ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ‘ઉત્તમ’ ક્રિકેટ રમવા બદલ ભારતની પ્રશંસા કરી હતી.
આ મેચમાં ભારતે 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. શુભમન ગિલના અણનમ 126 ઉપરાંત સૂર્યાએ 24, રાહુલ ત્રિપાઠીએ 44 અને સુકાની હાર્દિક પંડ્યાએ 30 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 12.1 ઓવરમાં 66 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના માટે ડેરીલ મિશેલે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન મિચેલ સેન્ટનરે 13 રન બનાવ્યા હતા. આ બે સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યો નહોતો. હાર્દિકે 4, અર્શદીપ, ઉમરાન મલિક અને શિવમ માવીએ 2-2 વિકેટ લીધી હતી.