બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કર્યાં હતાં. હાલમાં બંનેના લગ્ન પછીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં છવાયેલા છે. જેસલમેર એરપોર્ટ પરથી વાયરલ થઈ રહેલી તસવીરોમાં ‘મિશન મજનૂ’ એક્ટર સિદ્ધાર્થના હાથ પર મહેંદી લગાવેલો જોવા મળ્યો હતો.
હકીકતમાં બુધવારે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્ન પછી પહેલીવાર જાહેરમાં હાજરી આપી હતી. નવી નવવધૂ કિયારા બ્લેક વેલ્વેટ ટ્રેકસૂટમાં સિંદૂર, મંગળસૂત્ર અને બંગડીઓ પહેરેલી જોવા મળી હતી. જ્યારે સિદ્ધાર્થે કેઝ્યુઅલ લુક પહેર્યો હતો. આ દરમિયાન સિદ્ધાર્થે તેની હથેળી પર ડિઝાઈન કરેલી મહેંદી ‘કી’ પણ ફ્લોન્ટ કરી હતી.
View this post on Instagram
લગ્ન પછી તરત જ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની રિસેપ્શન પાર્ટી માટે દિલ્હી પહોંચી ગયા છે. ગઈકાલે સાંજે નવદંપતીએ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન બંને રેડ આઉટફિટમાં જોવા મળ્યા હતા. શેરશાહ દંપતીએ મીડિયાને મીઠાઈ પણ વહેંચી હતી. બીજી તરફ, 9 ફેબ્રુઆરી 2023ના રોજ એટલે કે આજે ન્યૂલી વેડ કપલ દિલ્હીમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. આ પછી સિદ્ધાર્થ અને કિયારા 10 ફેબ્રુઆરીએ અહીં મુંબઈ પહોંચશે. આ સ્ટાર કપલ 12 ફેબ્રુઆરીના રોજ ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.
View this post on Instagram
કિયારા અડવાણી અને તેના પ્રિય પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના લગ્ન માટે મનીષ મલ્હોત્રાના પોશાક પહેર્યા હતા. જ્યારે કિયારા એમ્પ્રેસ રોઝ લહેંગામાં ઝામ્બિયન એમેરાલ્ડ સ્ટડેડ ડાયમંડ જ્વેલરી સાથે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. ગુલાબી ચૂડા અને ટ્રેન્ડી કલીરામાં કિયારા આધુનિક દુલ્હન લાગી રહી હતી. બીજી તરફ, સિદ્ધાર્થ ગોલ્ડન શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગતો હતો.