તમે બધાએ આ વાત તો ક્યાંય પણ જરૂર વાંચી હશે, કે પછી આપના મોટા લોકો પાસે સાંભળી હશે, કે જ્યારે જ્યારે ધર્મ નું નુકસાન થાય છે, અને અધર્મ વધે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજી બધા યુગ માં એમનો એક નવો અવતાર ધારણ કરે છે, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ અધર્મ નો નાશ કરે અને ધર્મ ની રક્ષા કરી શકે, એવું માનવામાં આવે છે જે અમારા ભગવાન ગીતા માં જીવન ની બધી વાત બતાવેલી છે.
આ પવિત્ર ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણજી એ જાતે અર્જુન ને એ શીખવાડ્યું હતું કે મહાભારત નું યુદ્ધ કેવી રીતે લડી શકાય, જેનાથી એને જીત મળી શકે, એટલા માટે કહેવામાં આવ્યું છે કે, જો વ્યક્તિ ને આપના જીવનમાં સફળતા હાસિલ કરવી હોય તો એને ભાગવત ગીતા વાંચવી જરૂરી છે,ભાગવત ગીતા માં એવી કેટલીય મહત્વપૂર્ણ વાતો બતાવામાં આવી છે જે માણસ ને સફળતાનાં માર્ગ ઉપર લઈ જાય છે, આજે અમે તમને આ આર્ટિકલ ના માધ્યમ થી પવિત્ર ગીતા માં બતાવેલી થોડીક એવી વાતો ને બતાવના છે,જ્યારે તમે જરૂરત થી વધારે પરેશાન થઈ જાવ તો આ વાતો પર અવશ્ય ધ્યાન રાખો, તમારી પરેશાની અવશ્ય ઓછી થઈ જશે.
આવો જાણીએ પવિત્ર ગીતા માં બતાવામાં આવેલી આ મહત્વપૂર્ણ વાતો ના વીષે.ભાગવત ગીતા માં આ વાત નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે માનવ નું શરીર માત્ર એક કપડાં ના ટુકડા ની સમાન છે, આ સ્થાન પર આ દર્શાવા માં આવ્યું છે કે જેવી રીતે માનવ જુના કપડાં નો ત્યાગ કરી નવા કપડાં પહેરે છે, ઠીક એવીરીતે આત્મા પણ જુના શરીર ને છોડી એક નવા શરીર માં પ્રવેશી જાય છે, એનો અર્થ એ છે કે માનવ શરીર ની આત્મા અસ્થાયી કપડાં છે, એટલે કે હંમેશા માણસ ની પહેચાન એના શરીર થી નહીં પરંતુ એના મન અને એની આત્મા થી કરવું જોઈએ.
ભાગવત ગીતા માં એ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ક્રોધ એક સામાન્ય ભાવના છે, જે બધા માણસ ના અંદર રહે છે એ કઈ ને કઈ માણસ ના શરીર ના અંદર ભ્રમ ઉત્તપન્ન કરે છે, જેના કારણે માણસ ને સારા અને ખરાબ ની પહેચાન નથી થતી,એટલે માણસ ને ક્રોધ નો માર્ગ છોડી દેવો જોઈએ, અને શાંતિ ની માર્ગ અપનાવો જોઈએ.તમને બધાને ને તો આ વાત ની જાણકારી હશે કે કોઈ પણ વસ્તુ ને જરૂરત થી વધારે ચાહવું નુકસાનકારક સાબિત થાય છે,પવિત્ર ગીતા માં આ વાત ને બતાવામાં આવે છે, કે વ્યક્તિ ને સબંધ ની મીઠાસ કે એની કડવાહટ કે પછી ખુશી હોઈ કે ગમ બધી પરિસ્થિતી માં આપના જીવન નું સંતુલન બનાવીને રાખવું જોઈએ,અથવા માણસ ને દુઃખ ભોગવવું પડી શકે છે.
પવિત્ર ભગવદ ગીતા માં આ વાત નો ઉલ્લેખ મળે છે કે જો મનુષ્ય ને એમના જીવન માં સફળતા હાસિલ કરવી હોય તો એને એના સ્વસ્થ નો ત્યાગ કરવો પડશે,કારણ કે સ્વાર્થી માણસ એના સ્વભાવ ના કારણે બીજા લોકો ને એનાથી બિલકુલ દૂર કરીદે છે જો તમે તમારા જીવન માં સફળ થવા માંગો છો , અને તમારું જીવન ખુશહાલ બનાવવા માંગો છો તો વગર કોઈ સ્વાર્થ એ પોતાનું કાર્ય કરો.
પવિત્ર ગીતા માં એક બોવજ જરૂરી વાત બતાવામાં આવી છે,કે કોઈ દિવસ માણસ ને આપના કર્મો ને પુરા કરવા થી પાછળ ના હટવું જોઈએ,વ્યક્તિ ને આ વાત હંમેશા બતાવામાં આવે છે કે તમારે તમારા કર્મો કરતા રહેવા જોઈએ,અને ફળ ની ચિંતા નહીં કરવી જોઈએ કારણ કે વ્યક્તિ ને એમના દ્વારા કરવામાં આવેલા કર્મો ના અનુસાર જ ફળ ની પ્રાપ્તિ થાય છે..