વિશ્વમાં ઘણા એવા સ્થળો છે, જે તેમની વિશિષ્ટતાને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ કારણોસર તેની ચર્ચા દેશ અને વિશ્વમાં દરેક જગ્યાએ થતી હોય છે. ત્યારે આજે અમે તમને વિશ્વના સૌથી અનોખા ગામ (Unique village) વિશે વાત કરીશું કે જ્યાં મોટાભાગના લોકો એક કિડનીના સહારે જીવી રહ્યા છે.
લોકો એક કિડનીના સહારે જીવવા માટે બન્યા મજબુર આ ગામ નેપાળમાં આવેલુ છે. જેનું નામ હોકસે છે, પરંતુ લોકો આ ગામને કિડની વેલીના(Kidney Valley) નામથી ઓળખે છે. આ ગામના મોટાભાગના લોકો એર કિડની પર જીવી રહ્યા છે. આ વિચિત્રતાને કારણે આ ગામ દેશ અને વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે.
લોકો ગુજરાન ચલાવવા માટે કિડની વેચી નાખે છેહોકસે નામના આ ગામમાં મોટાભાગના લોકો માત્ર એક કિડનીની મદદથી પોતાનું જીવન જીવી રહ્યા છે. આ કારણે તેઓને ઘણીવાર ગંભીર સ્વાસ્થ્ય (Health) સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તમને પ્રશ્ન થતો હશે કે ગામના મોટાભાગના લોકોને માત્ર એક જ કિડની છે?કિડની વેલી તરીકે પ્રખ્યાત છે આ ગામ.
કિડની વેલી તરીકે પ્રખ્યાત હોક્સે ગામમાં ખુબ જ ગરીબી છે. જેને કારણે લોકોને જીવનધોરણ ચલાવવુ મુશ્કેલ બની રહ્યુ હોવાથી અહીંના લોકો પોતાની એક કિડની વેચીને જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે.
લોકો પેટ ભરવા માટે ઘણી વખત માત્ર 2000 રૂપિયામાં પોતાની એક કિડની વેચી નાખે છે. મળતી મહિતી મુજબ આ ગામમાં માનવ અંગોની તસ્કરી પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. અહીંના લોકોને લાલચ આપીને તેની કિડની પડાવી લેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
તસ્કરો લાલચ આપીને અહીંના લોકોને છેતરે છે,ઉપરાંત અહીંના લોકો વધારે શિક્ષિત (Uneducated) ન હોવાથી પણ તસ્કરો દ્વારા તેનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. જેમાં તસ્કરો આ નિર્દોષ લોકોને લલચાવે છે અને કહે છે કે એક કિડની કાઢ્યા બાદ, બીજી કિડની ઉગે છે. જેથી અહીંના લોકો વાતોમાં આવીને તેની કિડની વેચતા હોવાની પણ જાણકારી મળી રહી છે.