બજરંગદાસ બાપા ધામ બગદાણાનું રસોડું આટલું મોટું છે રોજ હજારો લોકોની બંને છે રસોઈ

ગુજરાતની એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે. જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થાય. મારે પણ આજે એક એવા જ સંત ની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રિય સંત નુ બિરૂદ મળેલ છે. જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે.

એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે. જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધેજ બગદાણા એક ધામ બની ગયું છે.

જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે. બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે. જેમને લોકો બાપા સીતારામ નાં હુલામણા નામથી ઓળખે છે.

ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.

ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો.રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું.

તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં.

ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે.ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે.

ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ બગદાણા આવ્યા. અંદાજે આ વર્ષ 1941નું હતું.

અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી.1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે. બન્ને બાજુ કાંચ છે, જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે.

સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો.

સૌરાષ્ટ્રના બગદાણા ના બજરંગદાસ બાપા ના અન્ન ભંડારા વિશે જાણીએ તો સૌરાષ્ટ્ર ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે.અહીં વાત છે સૌરાષ્ટ્રના એક એવા સંતની જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા ગામમાં આવ્યો છે.

જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક પવિત્ર ધામ બની ગયું છે.બજરંગદાસ બાબાની જગ્યામાં મસમોટા રસોડમાં રોજ હજારો લોકોની રસોઈ બને છે.

અહીં રોજ લાડવા, ગાંઠિયા, શાક, દાળ-ભાત, અને રોટલીનો પ્રસાદ બને છે.અહીં પ્રસાદ માટે કોઈ જ પૈસા લેવામાં આવતા નથી. રોજ હજારો ભક્તોને ફ્રીમાં બંને ટાઈમ સ્વાદિષ્ટ જમાડવામાં આવે છે. જેનો ભક્તો ભક્તિભાવથી લાહવો લે છે.

પ્રસાદ બનાવવા માટે શુદ્ધ ઘી વાપરવામાં આવે છે. તેમજ રસોડાની ચોખ્ખાઈ તમારું મન મોહી લેશે. આ ઉપરાંત અહીં અનેક સેવકો ખડેપગે સેવા આપે છે. ભક્તોને અહીં પરંપરાગત રીતે પંગતમાં બેસાડીને ભાવભેર જમાડવામાં આવે છે.

લાખો ભક્તો એક સાથે પ્રસાદ લેવા આવ્યા છતાં ક્યાંય અગવડ દેખાતી નથી.પ્રસાદ અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને સૌ કોંઈ અચંબિત થઈ જાય છે. સેવકોએ ખડેભગે રહેવા-જમવાની સગવડો સાચવે છે.

બગદાણામાં આમ તો બારેમાસ ભક્તોનો અવિતર પ્રવાહ ચાલુ રહે છે, પણ બે દિવસ વિશેષ ઉજવણી થાય છે. બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ (પોષ વદ 4) અને ગુરુપુર્ણિમા એણ બે દિવસે અહીં ધામધૂમથી ઉજવણી થાય છે.

નોંધનીય છે કે ચાર દાયકા પહેલાં સંત પૂજ્ય બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તારીખ 9/1/1977ના રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા. આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથી હતી. એ મુજબ દર વર્ષે બાપાની પૂણ્યતિથિ ઉજવવમાં આવે છે.

પૂજ્ય બજરંગદાસપાપાનું જીવન શ્રદ્ધાળુઓને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. પૂજ્ય બાપુનું નામ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પણ વિદેશમાં પણ ભક્તોના હ્રદયમાં દેવ કક્ષાએ બિરાજમાન થયું છે.

બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.

વાત છે બગદાણાવાળા બાપુની, જેમને લોકો બાપા સીતારામ ના હુલામણા નામથી ઓળખે છે. સમગ્ર દુનિયામાં બાપા સીતારામ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણા ખાતે હાલમાં પૂજ્ય બાપુની પૂણ્યતિથિ ઉજવાય છે.

અને આમ તો બગદાણામાં બારેમાસ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ રહેતો હોય છે, પણ આ બે દિવસ વિશેષ ઉજવણી થાય છે. બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ અને ગુરુપુર્ણિમાનો ઉત્સવ અહીં ખુબજ ધામધૂમથી ઉજવાય છે.

અહીં પૂણ્યતિથિ નિમિત્તે દેશ-વિદેશથી લાખો ભક્તો અહીં ઉમટી પડ્યા હતા. દર્શન કરવા માટે આવેલા ભક્તો માટે પ્રસાદ અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને સૌ કોંઈ અચંબિત પણ થઈ ગયા હતા. 10 હજારથી વધુ સેવકોએ ખડેભગે રહેવા તથા જમવાની સગવડો સાચવી હતી

Scroll to Top