1 જુલાઈ થી તમારી જિંદગી માં ઘણા મોટા બદલાવ થવાના છે જેની તમારા ખિસ્સામાં અને જિંદગી માં સીધી અસર થશે. આ બદલાવ બેન્ક, રસોઈ ગેસ અને રોજિંદા જીવન થી જોડાયેલી છે. RBI ની બાજુ ઓનલાઈન પૈસા ની લેવડદેવડ થી જોડાયેલો નવો નિયમ લાગુ થઈ જશે. એમજ, રસોઈ ગેસ ની કિંમત નક્કી થશે. સાથે જ નાની બચત યોજનાઓ ની નવા દર લાગુ પડશે. માનવામાં આવે છે કે વ્યાજ દર ઓછું થઈ શકે છે. એવામાં તમારા જમા પૈસા ના મુનાફો ઘટી જશે. આવો જાણીએ એવી કઈ 6 વસ્તુ છે, જે 1 જૂન થી બદલાવ જઈ રહી છે.
1. RTGS & NEFT ને લઈ ને બદલાયો મોટો નિયમ.
ડિજિટલ ટ્રાજેક્સન ને વધારવા માટે ભારતીય રિઝર્વ બેન્ક એ આરટીજીએસ અને એનઇફટી ચાર્જ ખતમ કરી દીધું છે. RBI એ પૈસા ટ્રાન્સફર કરવાનો નિયમ 1 જુલાઈ થી સમાપ્ત કરવાની ઘોષણા છે. કેન્દ્રીય બેન્ક એ બેન્કો ને કહ્યું છે કે એ લાભ એજ દિવસ થી ગ્રાહકો ને આપે. આરટીજીએસ પાસે મોટી રાશિઓ ને એક ખાતા માંથી બીજા ખાતા માં તત્કાલિત ટ્રાન્સફર કરવાની સુવિધા છે. એવીજ રીતે એનઇફટી દ્વારા બે લાખ રૂપિયા સુઘી તત્કાલિત ટ્રાન્સફર કરી શકાય છે.
દેશ ની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક એનઇએફટી દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે 1 રૂપિયા થી 5 રુપિયા નો ચાર્જ લેવામાં આવે છે. ત્યાં, આરટીજીએસ ના દ્વારા પૈસા ટ્રાન્સર કરવા માટે 5 થી 50 રુપિયા નો ચાર્જ લાગે છે. ભારતીય રિઝર્વ બેન્ક એ આરટીજીએસ અને એનઇએફટી પ્રણાલી દ્વારા સદશ્ય બેન્કો પર લગાવામાં આવેલા વિભિન્ન શુલ્ક ની સમીક્ષા કરી છે.
2. મોંઘો થઈ શકે છે રસોઈ ગેસ સિલિન્ડર.
દર મહિને ની જેમ 1 જુલાઈ થી રસોઈ ગેસ સિલિન્ડર ની નવી કિંમતો મુકવામાં આવશે. એના પહેલા 1 જૂન એ રસોઈ ગેસ ની કિંમતો માં વધારો થયો હતો.
3. રિઝર્વ બેન્ક (RBI) એ બેજીક સેવિંગ.
એકાઉન્ટ ના મામલા માં નિયમો ને આસન કરી દીધું છે. એવા ખાતા વાળાઓ ને ચેક બુક અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરી શકશે. જોકે, બેન્ક આ સુવિધાઓ માટે ખાતાં વાળાઓ ને કોઈ નુન્યનતમ રાશિ રાખવા માટે નહીં કહી શકતા. આ નવા નિયમ 2 જુલાઈ થી લાગુ થશે.
પ્રાથમિક બચત બેન્ક જમા ખાતા (બીએસબીડી) થી આસય આવા ખાતા થી છે. જેને શૂન્ય રાશિ થી ખોલી શકાય છે. આમાં કોઈ નુન્યતમ રકમ રાખવાની જરૂર નથી. એના પહેલા નિયમિત બચત ખાતા જેવા ખાતા ને જ વધારે સુવિધા મળતી હતી. છેલ્લે આ ખાતા માં નુન્યતમ રકમ રાખવાની જરૂરત હોય છે. અને બીજા પૈસા પણ આપવામાં આવે છે.
4. 1 જુલાઈ થી સામાન્ય લોકો ને ઝટકો. બચત યોજનાઓ ના વ્યાજ પર ચાલશે કપાત.
જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા યોજના અથવા પછી નેશનલ સેવિંગ સ્કીમ (NSC) હેઠળ રોકાણ કરો છો તો તને જુલાઈ થી ઝટકો લાગી શકે છે, જોકે, મોદી સરકાર સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દર માં કટોતી કરવાની તૈયારી માં છે. સરકાર જલદી તેને લઈ ને નોટિફિકેશન પેશ કરી શકે છે.
5. 1 જુલાઈ થી બદલાઈ જશે SBI નો નિયમ, 42 કરોડ ગ્રાહકો પર પડશે અસર.
SBI દ્વારા કહેવામાં આવે છે કે 1 જુલાઈ થી રેપો રેટ થી જોડાયેલ હોમ લૉન ઓફર કરવામાં આવશે.એનો મતલબ એ થયો કે આગલા મહિના થી SBI ની હોમ લૉન નું વ્યાજ દર પુરી રીતે રેપો રેટ પર આધારિત થઈ જશે. જો તેને આસાન ભાષા માં સમજીએ તો રિઝર્વ બેન્ક જ્યારે જ્યારે રેપો રેટ માં બદલાવ કરશે તે આધાર પર SBI ની હોમ લૉન નું વ્યાજ દર પણ નક્કી થશે.
6. 1 જુલાઈ થી 36,000 સુધી મોંઘી થઈ જશે મહિન્દ્રા ગાડી, જાણો કારણ.
ઓટોમોબાઈલ કમ્પની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ પોતાના પેસેન્જર વિહિકલ ની કિંમત માં 36,000 રૂપિયા સુધી વધારો કરવાનો ફેંસલો કર્યો છે. મહિન્દ્રા ના વાહનો પર 1 જુલાઈ થી નવી કિંમત લાગુ થશે. કંપની ના આ ફેસલા પછી મહિન્દ્રા સ્કોરર્પિયો, બોલેરો, એક્સયુવી 500, જેવી ગાડીઓ મોઘી થઈ જશે.
મહિન્દ્રા એ શેર બજાર માં આપેલી સૂચના કહ્યું, ભારતીય માં બધા યાત્રી વાહનો માં 145 સુરક્ષા માનદંડ લાગુ થવાથી આ વૃદ્ધિ કરવામાં આવી છે. કંપની એ કહ્યું કે એ સ્કોર્પિયો, બોલેરો, ટિયુંવી 300 અને કેયુવી 100 નેક્સટ ની કિંમત માં થોડા અને એક્સયુવી 500 અથવા મારાજો ના ભાવ માં મામુલી વૃદ્ધિ થઈ જશે. મહિન્દ્રા એ કહ્યું છે કે એઆઈએસ 145 સુરક્ષા નિયમ વાહન માં થોડાક ફીચર્સ લગાવવા અનિવાર્ય બનાવે છે.