બોલીવૂડના ખિલાડી કુમારની ફિલ્મ સેલ્ફીના મજૂરેને નથી મળ્યા હજુ સુધી પૈસા, યુનિયને કરી સની દેઓલને મદદ માટે અપીલ

કરણ જોહરની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નો ફર્સ્ટ લૂક રિલીઝ થયા બાદ તેની ફિલ્મ કંપની ધર્મા પ્રોડક્શન્સ ફરી ચર્ચામાં છે. ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ફિલ્મ ‘સેલ્ફી’માં કામ કરતા મજૂરોને હજુ સુધી પગાર ચૂકવાયો નથી. ફિલ્મમાં કામ કરતા કામદારોએ ફિલ્મ સ્ટુડિયો સેટિંગ અને એલાઈડ મજદૂર યુનિયનને તેમના પૈસા અપાવવા મદદ માટે અપીલ કરી છે.

યુનિયને અહેમદ ખાન સાથે કામ ન કરવાની ચેતવણી આપી

યુનિયનના નિવેદન અનુસાર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘સેલ્ફી’માં કામ કરતા મજૂરોને લગભગ 13.50 લાખ રૂપિયાનું પેમેન્ટ હજુ સુધી કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ માટે સેટ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ પેપર ડોલ એન્ટરટેઈનમેન્ટ સાથે હતો. અહેવાલો મુજબ 14 જુલાઈ, 2021 ના ​​રોજ શ્રમ કમિશનરની કચેરીએ તમામ ફિલ્મ નિર્માતાઓને લેખિત સૂચના આપી હતી કે મજૂરોને ફિલ્મ નિર્માતાઓ દ્વારા સીધા જ ચૂકવવામાં આવશે, પરંતુ તેમ છતાં તમામ નિર્માતાઓ તેમના કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરાવી રહ્યા છે. આ નિવેદનમાં યુનિયને પેપર ડોલ એન્ટરટેઈનમેન્ટ અને નિર્માતા અહેમદ ખાન સાથે કામ ન કરવાની ચેતવણી પણ આપી છે. આ લેણાંને લઈને મજૂરો અને ફિલ્મના આર્ટ ડાયરેક્ટર વચ્ચે મામલો ગરમાયો હતો, ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

મજુરોએ કરી સની દેઓલને મદદ માટે અપીલ

મિથુન ચક્રવર્તી, સંજય દત્ત, જેકી શ્રોફ અને સની દેઓલ અભિનીત ફિલ્મ ‘બાપ’ અને આદિત્ય રોય કપૂર અભિનીત ફિલ્મ ‘ઓમ’માં પણ આવું જ થયું છે. આ ફિલ્મોમાં કામ કરતા સેટિંગ મજૂરોના પૈસા હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી. આ સંદર્ભે કાર્યકરોએ ભાજપના નેતા અને સાંસદ સની દેઓલને મદદ માટે અપીલ પણ કરી હતી, પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી.

Scroll to Top