IPL 2023 પૂરી થતાં જ ધોનીને હોસ્પિટલ જવું પડ્યું!, સામે આવ્યા મોટા સમાચાર

IPL 2023ની પ્રથમ મેચમાં ધોનીને ઈજા થઇ હતી
ચેન્નઈ સુપર કિંગ્સને 5મી વખત ચેમ્પિયન બનાવ્યા બાદ, એમએસ ધોનીએ મુંબઈની હોસ્પિટલમાં જઈને પોતાના ઘૂંટણની તપાસ કરાવી હતી. IPL 2023 દરમિયાન ધોની તેના ઘૂંટણના દુખાવા સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. IPL 2023ની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ધોની ગુજરાતની ઇનિંગ્સમાં વિકેટકીપિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. સિઝનની શરૂઆત પહેલા જ ધોની ઈજાથી ઝઝૂમી રહ્યો હતો. પરંતુ ધોનીએ પોતાનું વિચાર્યા વિના સતત મેચો રમી અને ચેન્નઈને 5મી વખત ચેમ્પિયન બનાવી હતી. CSKના ખિતાબ જીતી લીધા પછી, ધોનીએ હોસ્પિટલમાં જઈ પોતાનો ટેસ્ટ કરાવ્યો. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સ્ટીફન ફ્લેમિંગે પણ આ અપડેટ આપ્યું હતું
IPL 2023 દરમિયાન CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ ધોનીની ઈજા પર મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ધોનીના ઘૂંટણમાં ઈજા છે અને તમે તેને ધોનીના મૂવમેન્ટ પરથી પણ જોઈ શકો છો.’ જો કે તેણે એમ પણ કહ્યું કે CSK કેપ્ટનની ઈજા બહુ ગંભીર નથી અને આશા છે કે તે સ્વસ્થ થઈ જશે. જ્યારે ધોની IPLની ફાઈનલ મેચ રમવા આવ્યો ત્યારે તે પોતાની બસમાંથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે લાગતું હતું કે તે ઘણી મુશ્કેલીમાં છે.

ધોની IPL 2024માં રમશે?
ધોનીથી તેના નિવૃત્તિ વિશે ઘણાં સવાલ પૂછવામાં આવતા હતા તેમાંનામાંથી એક સવાલ હતો કે શું તે IPLની આગામી સિઝન રમશે? તેણે ફાઈનલ પછી મેચ પોસ્ટ પ્રેઝન્ટેશન સેરેમનીમાં આનો જવાબ આપ્યો અને કહ્યું કે ફેન્સના આ પ્રેમને કારણે તે આગામી સિઝન ભેટ તરીકે રમશે. જો કે તેની પાસે હજુ પણ સમય છે અને તે જોશે કે તેનું શરીર અને તેની ઈજા કેવી છે.

Scroll to Top