અંબાણી પરિવારના ઘરે ફરી પારણું બંધાયું, શ્લોકાએ આપ્યું છોકરીને જન્મ

આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા બીજી વખત માતા-પિતા બન્યા છે. આ વખતે તેના ઘરે એક છોકરી આવી છે. બંનેને પહેલાથી જ એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે જે માત્ર બે વર્ષનો છે. એક પાપારાઝીએ શ્લોકા અને આકાશની છોકરીના જન્મના સમાચાર ઓનલાઈન શેર કર્યા છે. બાળકીના આગમનથી સમગ્ર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે.

રસપ્રદ છે બંનેની લવ સ્ટોરી
થોડા દિવસો પહેલા શ્લોકા અને આકાશ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણી અને પૃથ્વી પણ તેમની સાથે જોવા મળ્યા હતા. શ્લોકા અને આકાશ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. આકાશ અને શ્લોકા હાઈસ્કૂલથી એકબીજાને ઓળખે છે. આકાશે 12મા ધોરણમાં જ પોતાની લાગણીઓ કબૂલવાનું નક્કી કર્યું હતું. પરીક્ષા પૂરી થયા પછી આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યું અને તેણે સ્વીકાર્યું પણ હતું.

બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા
અભ્યાસ પૂરો કરવા માટે બંનેએ અલગ-અલગ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું, જેના કારણે બંને અલગ થઈ ગયા હતા, પરંતુ તે પછી પણ બંને એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. જ્યારે બંનેએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને કરિયરની શરૂઆત કરી, ત્યારે બંનેએ સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી હતી. આકાશ અને શ્લોકાની સગાઈ માર્ચ 2018માં થઈ હતી. બંને લવબર્ડ્સ ડિસેમ્બર 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા.

Scroll to Top