મહાકાલ દર્શનને લઈને સારાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું – હું જે જોશથી અજમેર શરીફ જઈશ એ જ જોશથી મહાકાલેશ્વર

બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન જ્યારે પણ મંદિર જાય છે ત્યારે તેને હંમેશા નિશાનો બનાવવામાં આવે છે. પરંતુ સારા તમામ ટીકાઓને અવગણી દરેક જગ્યાએ જઈ રહી છે, પછી તે મંદિર હોય કે મસ્જિદ કે મઝાર. હાલ સારા અલી ખાન પહેલા અજમેર શરીફ પહોંચી અને બાદમાં મહાકાલેશ્વર મંદિર ગઈ હતી. જેના કારણે કેટલાક લોકોએ તેને ખરી-ખોટી સંભળાવી હતી. સારા અલી ખાને હવે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

ફિલ્મ જરા હટકે જરા બચકેના પ્રમોશનમાં વ્યસ્ત છે સારા
સારા અલી ખાન હાલમાં પોતાની ફિલ્મ જરા હટકે જરા બચકેના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે પોતાની ફિલ્મ માટે આશીર્વાદ લેવા માટે મહાકાલેશ્વર મંદિર ગઈ હતી. ત્યાં સારાએ પૂજા કરી અને માથું નમાવી આશીર્વાદ લીધા હતા. આ બાબતે હંગામો થતા સારાએ તેના પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જો તેને કોઈ જગ્યાની એનર્જી પસંદ આવી રહી છે તો લોકો શું કહે છે તેની તેને બિલકુલ પરવા નથી.

સારા અલી ખાને આપ્યો જડબાતોડ જવાબ
જ્યારે સારાથી આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મીડિયાને કહ્યું, ‘ઈમાનદારીથી મેં આ કહ્યું છે અને ફરીથી કહીશ કે હું મારા કામને ખૂબ જ ગંભીરતાથી લઉં છું. હું જનતા માટે કામ કરું છું. જો તમને મારું કામ નથી ગમતું, તો મને ખરાબ લાગશે. પણ આ મારી અંગત માન્યતા છે. હું જેટલા જોશ સાથે અજમેર શરીફ જઈશ, તેટલા જ જોશ સાથે બંગલા સાહેબ અને મહાકાલ પણ જઈશ. અને હું ત્યાં જવાનું ચાલુ રાખીશ. જેને જે બોલવું હોય બોલી શકે છે. મને કોઈ પ્રોબ્લમ નથી. પરંતુ તમે જ્યાં પણ જાઓ, સૌથી મહત્વની બાબત એ છે કે તમને ત્યાંની ઊર્જા ગમવી જોઈએ. હું ઊર્જામાં માનું છું.

Scroll to Top