હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આટલા દિવસ રહેશે વરસાદ

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ભારે તબાહી મચાવી છે. કેમકે ગુજરાતમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદ જોવા મળશે. તેમાં પણ આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેવાનું છે. તેની સાથે નવસારી, જામનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા રાજકોટ, દ્વારકા અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે જૂનાગઢમાં હજુ પણ અતિભારે વરસાદ રહેવાની આગાહી કરી છે. તેની સાથે જ્યારે નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ અતિભારે વરસાદ રહેશે અને આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને બે દિવસ પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેરાવળ, જૂનાગઢ, માણાવદર, પોરબંદર, દ્વારકા, ઓખા, માંડવી અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. તેમને એ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ જોર ઘટશે અને અમરેલી, જૂનાગઢ, મોરબીમાં મધ્યમ વરસાદ રહેવાનો છે. આ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે.

Scroll to Top