ઉંમર ઓછી બતાવીને રમી રહ્યો છે IPLનો આ ભારતીય ખેલાડી, રોહિત શર્માએ પોલ ખોલી

આઈપીએલ 2024માં મુંબઈ ઈંડિયંસનું પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું. આ ટીમ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. લખનઉ વિરુદ્ધ આ ટીમને 4 વિકેટથી હાર મળી છે. જો કે, આ મેચ બાદ રોહિત શર્મા એક અલગ જ મૂડમાં દેખાયો હતો. રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લખનઉ સુપરજાયંટ્સના લેગ સ્પિનર અમિત મિશ્રા સાથે વાતચીત કરતો દેખાય છે. રોહિતે અમિત મિશ્રાની ઉંમર પૂછી અને ત્યાર બાદ તેણે તેને સાચી ન હોવાનું કહ્યું હતું.

રોહિતે શું કહ્યું?
રોહિત શર્માએ અમિત મિશ્રાની ઉંમરની મજાક બનાવી. હકીકતમાં જોઈએ તો, મિશ્રાએ તેની ઉંમર પૂછી અને તેણે જવાબ આપ્યો. તેના જવાબમાં 40 કહ્યું કે, તો રોહિતે કહ્યું કે, કાહે કા 40, તુ મારાથી ખાલી 3 વર્ષ જ મોટો છે યાર, જ્યારે હું લંગોટ પહેરતો હતો, ત્યારે તું ડેબ્યૂ કર્યું હતું. રોહિતે મિશ્રાની ઉંમર સાચી માનવાની ના પાડી દીધી. આપને જણાવી દઈએ કે, આ મજાક મજાકમાં વાતો થઈ હતી.

મિશ્રાએ રમી છે એક મેચ
અમિત મિશ્રા આઈપીએલમાં સૌથી સફળ બોલરમાંથી એક છે. અમિત મિશ્રા 162 મેચમાં 174 વિકેટ લઈ ચુક્યો છે. તેની ઈકોનોમી રેટ પણ ફક્ત 7.38 રન પ્રતિ ઓવર છે. મિસરાએ એક વાર મેચમાં પાંચ વિકેટ અને 4 વાર મેચમાં 4 વિકેટ લેવાનું કામ કર્યું છે. અમિત મિશ્રાએ ત્રણ વાર હેટ્રિક પણ લગાવી છે. જે આઈપીએલ રેકોર્ડ છે. આ સીઝનમાં મિશ્રા એક જ મેચ રમ્યો અને તેણે એક વિકેટ પોતાનો નામે કરી છે. આ મિશ્રાની છેલ્લી સીઝન હોય શકે છે. ત્યાર બાદ તે આઈપીએલમાંથી સંન્યાસ લઈ શકે છે.

રોહિત શર્માની વાત કરીએ તો, તેણે આઈપીએલ 2024માં શરુઆત સારી કરી હતી પણ પાછલી અમુક મેચમાં તેના બેટમાંથી રન આવતા નથી. મુંબઈ ઈંડિયન્સની હાલત પણ ખરાબ છે. આ ટીમ 10માંથી 7 મેચ હારી ગઈ છે.

Scroll to Top