નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં પોતાના નામે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. કોહલીએ 32 બોલમાં અડધી સદી પુરી કરી હતી. તે આઈપીએલમાં આ સીઝનમાં 600 રન બનાવનારો પહેલો ખેલાડી બની ગયો છે. તેની સાથે જ તેણે ઓરેન્જ કેપની રેસમાં ટોપ પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. કોહલીએ આઈપીએલની કોઈ એક સીઝનમાં ચોથી વાર 600 પ્લસ સ્કોર કર્યો છે. તે એક સીઝનમાં સૌથી વધારે વાર 600 પ્લસ સ્કોર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે કેએલ રાહુલની બરાબરી કરી લીધી છે. રાહુલે આઈપીએલ સિંગલ સીઝનમાં 4 વાર 600 પ્લસ રન બનાવ્યા છે.
વિરાટ કોહલીએ હાલની સીઝનમાં 12 ઈનિંગ્સમાં છઠ્ઠી વાર ફિફ્ટી મારી છે. આ સીઝનમાં તેણે પંજાબ કિંગ્સ વિરુદ્ધ બે વાર હાફ સેન્ચુરી મારી છે, જ્યારે કોલાકાતા, રાજસ્થાન, હૈદરાબાદ અને ગુજરાત વિરુદ્ધ પણ તેણે અડધી સદી ફટકારી હતી. કોહલીએ આઈપીએલમાં 3 ટીમો વિરુદ્ધ 1000 રન બનાવનારા લીગનો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેણે આ દરમ્યાન પંજાબ વિરુદ્ધ પોતાના 1000 રન પણ પુરા કર્યા છે. વિરાટ કોહલી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ એક હજાર રન બનાવી ચુક્યો છે.
કોહલીએ રમી 92 રનની શાનદાર ઈનિંગ્સ
આ અગાઉ પંજાબ કિંગ્સે ટોસ જીતીને આરસીબીને પહેલા બેટીંગ કરવા બોલાવ્યા. આરસીબી તરફથી વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીએ ઈનિંગ્સની શરુઆત કરી. ટીમની શરુઆત સારી રહી નહોતી અને 19 ના સ્કોર પર આરસીબીએ કપ્તાનની વિકેટ ખોઈ દીધી. ડુપ્લેસી 9 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો. ત્યાર બાદ વિલ જૈક્સ પણ 12 રન બનાવીને આઉટ થઈ ગયો. રજત પાટીદારે વિરાટ સાથે મળીને સારી ભાગીદારી કરી. પાટીદારે 23 બોલમાં 55 રન ઠોકી દીધા. વિરાટ કોહલીએ 47 બોલમાં 92 રન મારી આઉટ થયો.