સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા આઈપીએલમાં ધૂમ મચાવી રહ્યો છે. પણ શું તમે જાણો છો કે સીઝન શરુ થતાં પહેલા અભિષેક શર્મા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો.સૂરતની મોડલ તાન્યા સિંહે 19 ફેબ્રુઆરીએ પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. આ અગાઉ તાન્યા સિંહે અભિષેક શર્માને કેટલાય મેસેજ કર્યા હતા, પણ આ ક્રિકેટર્સે કોઈ જવાબ આપ્યો નહોતો.
તાન્યા સિંહની આત્મહત્યા બાદ અભિષેક શર્માને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. જ્યાં આ ઓલરાઉન઼્ડર સાથે પૂછપરછ થઈ. આ દરમ્યાન લગભગ 6 કલાક સુધી અભિષેક શર્મા સાથે પૂછપરછ થઈ.
ત્યાર બાદ સતત અભિષેક શર્માની મુશ્કેલીઓમાં વધારે થતો રહ્યો. પોલીસ અધિકારીએ અભિષેક શર્માની પૂછપરછ કરતા રહ્યા. જો કે, અભિષેક શર્માએ પૂછપરછમાં શું જણાવ્યું તેને પોલીસે જાહેર કર્યું નહીં.
અહીં ઉલ્લેખનિય છે કે સૂરતની મોડલ તાન્યા સિંહે 19 ફેબ્રુઆરીને રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ અગાઉ તાન્યા સિંહે અભિષેક શર્માને કેટલાય મેસેજ કર્યા હતાં. તેથી અભિષેક શર્મા પોલીસના ટાર્ગેટ પર આવી ગયો.આપને જણાવી દઈએ કે, આ સીઝન આઈપીએલમાં અભિષેક શર્મા ધમાલ મચાવી રહ્યો છે. અત્યાર સુધીની સીઝનમાં 12 મેચમાં અભિષેક શર્માએ 36.45ની એવરેજથી 401 રન બનાવી ચુક્યો છે.
તો વળી અભિષેક શર્મા આઈપીએલ કરિયર પર નજર નાખીએ તો, આ ખેલાડી અત્યાર સુધીમાં 59 મેચ રમી ચુક્યો છે. જેમાં બેટ્સમેન તરીકે 153.02ની સ્ટ્રાઈક રેટથી અને 25.86ની એવરેજથી 1293 રન બનાવી ચુક્યો છે. બોલર તરીકે પણ 40.59ની એવરેજથી 9 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવી ચુક્યો છે.