નવી દિલ્હી: આઈપીએલ 2024માં જે અંદાજમાં છગ્ગાનો વરસાદ જોવા મળ્યો છે. તે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું. હાલમાં ટૂર્નામેન્ટમાં 57 મેચ જ થઈ છે. પણ છગ્ગાનો આંકડો 1000થી વધારે પાર કરી ગયો છે. લખનઉ સુપરજાયંટ્સના ક્રુણાલ પંડ્યાએ ટૂર્નામેન્ટમાં એક હજારમી સિક્સ મારી હતી. તેમણે આ સિક્સ સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર જયદેવ ઉનાદકટના બોલ પર મારી હતી. અભિષેક શર્મા આઈપીએલ 2024માં સૌથી વધારે 35 છગ્ગા સાથે આગળ છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે લાંબી સિક્સ લગાવવાનો રેકોર્ડ દિનેશ કાર્તિક (108 મીટર)ના નામે છે.
આઈપીએલમા આ સતત ત્રીજુ વર્ષ છે, જ્યારે છગ્ગાની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. આઈપીએલની શરુઆત 2008માં થઈ હતી, તો પહેલી સીઝનમાં 622 છગ્ગા લાગ્યા હાત. ક્રિકઈંફોના જણાવ્યા અનુસાર, ત્યાર બાદ 2009માં 509, 2010માં 585 છગ્ગા લાગ્યા ગાત આઈપીએલના આ બે વર્ષમાં એવા રહ્યા જ્યારે છગ્ગાની સંખ્યા 600થી ઓછી હતી.
આઈપીએલ 2022માં પહેલી વાર છગ્ગાની સંખ્યા 1000ને પાર ગઈ. આ વર્ષે રમાયેલ 74 મેચમાં 1062 છગ્ગા લાગ્યા હતા. એટલે કે સરેરાશ દર 16માં બોલ પર બેટ્સમેને છ રન લીધા. વર્ષ 2023માં છગ્ગાની સંખ્યા 1124 સુધી પહોંચી ગઈ. આ વર્ષે દર 15માં બોલ પર એક છગ્ગો લાગ્યો હતો.