ગાંધીનગરઃ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અલગ અલગ ત્રણ કેસને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં પહેલા ખેડામાં આવેલી કોકોકોલા કંપનીને રૂપિયા 15 લાખનો દંડ ફટકાર્યો છે. તો છોટા ઉદયપુરના બોડેલીમાં મરચાના પાવડરમાં અખાદ્ય કલરનો 25 કિલોનો જથ્થો પ્રાપ્ત કર્યો છે. ત્યારે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે ખાદ્ય બરાબર બનાવવાની તેમજ કાર્બનથી કેરી પકવતા વેપારીઓના ત્યાં સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણકારી મળી હતી કે, છોટા ઉદેપુરના બોડેલીમાં મરચા પાવડરમાં અખાદ્ય કલર તથા ઓલીયો રેઝીનથી થતી ભેળસેળ સામે આવી હતી. તેના આધારે સ્થળે જઈ તપાસ કરતા અખાદ્ય લાલ કલરનો 25 કિલોનો જથ્થો તથા કેપ્સિકમ ઓલેરીઝનનો 9 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત વેપારી મરચા પાવડર એક્સ્ટ્રા હોટ તેજા મરચું અને કાશ્મીરી લેવલથી પેક કરતા હતા. તેનું બજારમાં વેચાણ કરતા હતા. જો કે, આ પેકેટ ઉપર કંપનીનું સરનામું કોઈપણ પ્રકારની જાણકારી દર્શાવી નહોતી. એટલે તમામ પેકેટ જપ્ત કરીને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ત્યારે બાકીનો જથ્થો આશરે 4027 કિલોગ્રામ, જેની અંદાજિત કિંમત રૂપિયા 6.20 લાખ થાય છે, તે તમામ જપ્ત કરવામાં આવ્યો છે અને કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ એવરેસ્ટ મસાલા અને એમડીએચ મસાલાની કંપનીઓના પ્રોડક્ટને વિદેશમાં અખાદ્ય પદાર્થો તરીકે જાહેર કરતા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ અલગ અલગ મસાલાના નમૂના લીધા હતા. કુલ 13 નમૂના લીધા છે, તેમાંથી નવ નમૂનાનો રિપોર્ટ આવી ગયો છે. જેમાં કોઈ બાબતો ખોટી જોવા મળી નહોતી. તો બાકીના ચાર રિપોર્ટ આવવાના બાકી છે. આ ચાર રિપોર્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ કંપનીઓને ક્લિનચીટ આપે છે કે પછી રિપોર્ટમાં કંપની વિરુદ્ધ આવે તો કંપની વિરુદ્ધ પગલાં ભરી શકાય તેમ છે.
બીજી તરફ હાલ રાજ્યમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને સિઝન વચ્ચે લોકો ઠંડા પીણા સહિત કેરી જેવા પાકોનું સેવન કે તેમનો રસ લેતા હોય છે. ઘરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરીને કેરીઓના વેપારીને ત્યાં રેડ કરી હતી. જેમાં કેરી પકવવા કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરીને કેરી પકવવામાં આવતી હતી. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેરીનું વેચાણ કરતા મોટા વેપારીઓને ત્યાં રેડ કરી તેમને દંડ ફટકારીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.