જાણીતા લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, કોણ છે તેમના મનનો માણીગર? જુઓ તસવીરોમાં

અમદાવાદઃ ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટ હવે નવા સફરની શરૂઆત કરવા જઈ રહી છે. તેણે ત્રણેય બહેનોને પરણાવ્યા બાદ હવે પોતે પણ સગાઈ કરી લીધી છે. ત્યારે હવે તેમના સગાઈના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.

2006માં પિતા મણિરાજનું અવસાન થતાં પરિવાર પર આભ તૂટ્યું
ગાયિકા રાજલ બારોટ લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. વર્ષ 2006માં મણિરાજ બારોટનું અવસાન થતાં તેમનાં સંતાન પર જાણે આભ તૂટી પડ્યું હતું. પિતાના મૃત્યુ બાદ 4 બહેન જ પરિવારમાં રહી હતી. ત્યારે કપરા સમયમાં પણ રાજલ બારોટે ઘરમાં કોઈ પુરુષ ન હોવા છતાં ભાઈ અને પિતા બનીને જવાબદારી સંભાળી હતી. પિતા ગાયક કલાકાર હોવાથી પિતાના ગુણ રાજલમાં આવ્યા હતા. રાજલે નાના-મોટા શો શરૂ કર્યા અને ત્યારબાદ ગરબા અને ડાયરા જેવા કાર્યક્રમ પણ શરૂ કર્યા હતા. આજે એક પ્રખ્યાત ગાયિકા બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Sagar (@sagarpatel.sp965)

રાજલે દુઃખ વેઠીને બહેનોને સુખ આપવા સંઘર્ષ કર્યો
રાજલ બારોટે સંઘર્ષકાળ દરમિયાન આવી પડેલી મુશ્કેલીઓને એકપણ બહેન સુધી આવવા દીધી નહોતી. નાનપણથી જ મોટી બહેન હોવા છતાં ભાઈ તરીકે ત્રણેય બહેનોને સંભાળી હતી. ત્રણેય બહેનોની જરૂરિયાતો પૂર્ણ કરી હતી. ત્રણેય બહેનોને પણ રાજલ બારોટને કારણે ભાઈની ખોટ વર્તાતી નહોતી. જે પ્રમાણે ભાઈ પાસે બહેન સલામત, સુરક્ષિત રહે છે એ પ્રમાણે જ રાજલ સાથે પણ બહેનો આ રીતે જ સુરક્ષિત રહે છે. 2 વર્ષ અગાઉ જ રાજલે મોટી બહેનના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. નાની બહેનોના અભ્યાસની જવાબદારી પણ રાજલ પર છે, જે કોઈપણ પ્રકારની કમી રાખ્યા વિના પૂરી કરે છે.

રક્ષાબંધને બહેનો એકબીજાને બાંધે છે રાખડી
રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધે છે, જ્યારે રાજલ અને તેમની 3 બહેન પોતાના જ ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે.

Scroll to Top