lok Sabha Speaker: લોકસભા ચૂંટણી 2024 ખતમ થયા બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા છે. રવિવારે શપથ લીધા બાદ સોમવારે તમામ મંત્રીઓને મંત્રાલય વહેંચી દેવામાં આવ્યા છે અને સરકારે પોતાનું કામ શરુ કરી દીધું છે. હવે તમામ લોકોની નજર લોકસભા સ્પીકરની ચૂંટણી પર ટકેલી છે. જેને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ ચૂંટણી 26 જૂને યોજાશે.
27 તારીખે સંસદના બંને સદનને રાષ્ટ્રપતિ સંબોધન કરશે. આ જ દિવસે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિનું અભિભાષણ યોજાશે. એટલે કે આ અગાઉ તમામ નવનિર્વાચિત લોકસભા સાંસદોના શપથ અપાવવાની સાથે જ નવા સ્પીકરને પણ પસંદ કરી લેવામાં આવશે. 24 અને 25 જૂને પ્રોટેમ સ્પિકર નવા સાંસદોને શપથ લેવડાવશે.