ઈટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની અને પીએમ મોદીની મુલાકાત થતાં જ વાયરલ થયો આ વીડિયો

નવી દિલ્હી: જી 7 સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી ઈટલી પહોંચી ગયા છે. આ દરમ્યાન તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી, સહિત દુનિયાના કેટલાય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેઓે આ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યાં ઈટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંનેની મુલાકાતની પ્રથમ તસવીર સામે આવી ગઈ છે. આ તસવીર સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

પીએમ મોદી ઈટલીના પ્રધાનમંત્રીના નિમંત્રણ પર જી7 શિખર સંમેલનના આઉટરીચ સત્રમાં ભાગ લેશે. આ દરમ્યાન તેઓ દુનિયાના ટોપ લીડર સાથે પણ મુલાકાત કરશે. જોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. જેમાં બંને દેશોના સંબંધો વધારે મજબૂત કરવા પર વિચાર થઈ શકે છે.

આ સમિટમાં ભાગ લેતા પહેલા પીએમ મોદી બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. તે બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે મેં એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત બ્રિટન વ્યાપક રણનીતિક ભાગીદાર તરફ મજબૂત કરવાની કટિબદ્ધ જાળવી રાખવી છે.

Scroll to Top