નવી દિલ્હી: દેશના સૌથી મહત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંકને લઈને કામ ચાલી રહ્યું છે. વિશ્વના સૌથી ઊંચા રેલ બ્રિજ કાશ્મીરમાં બન્યો છે. ટૂંક સમયમાં તેના પર ટ્રેનોની અવરજવર શરુ થઈ જશે. આ દરમ્યાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ચિનાબ રેલ પુલથી પસાર થતી ટ્રેનનો શાનદાર વીડિયો શેર કર્યો છે.
અશ્વિની વૈષ્ણવે પોસ્ટમાં લખ્યું છે કે, સંગલદાનથી રિયાસી સુધી આજે પહેલી ટ્રાયલ ટ્રેન સફળતાપૂર્વક ચલાવામાં આવી. જેમાં ચિનાબ બ્રિજને પાક કરવાનું પણ સામેલ છે. યૂએસબીઆરએલ માટે તમામ નિર્માણલ કામ લગભગ પુરા થઈ ગયા છે. ફક્ત ટનલ નંબર 1માં થોડું કામ બાકી છે.
1st trial train between Sangaldan to Reasi. pic.twitter.com/nPozXzz8HM
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 16, 2024
વર્ષના અંત સુધીમાં કામ પુરુ થઈ જશે
ઉધમપુરા શ્રીનગર બારામૂલા રેલ લિંક પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પુરુ થવાની આશા છે. આ પ્રોજેક્ટ ઉદ્ધાટન 20 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામા આવ્યું હતું.
ચિનાબ નદીથી લગભગ 359 મીટર ઉપર બનેલો છે પુલ
આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં બનેલો દુનિયાનો સૌથી ઊંચો રેલ બ્રિજ ચિનાબ નદીથી લગભગ 359 મીટર ઊંચો છે. ચિનાબ રેલ પુ નિર્માણમાં કુલ 30,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કર્યો છે. આ પુલના બાંધકામમાં 1486 કરોડનો ખર્ચો આવ્યો છે. તે 260 કિમી પ્રતિ કલાકની હવા સહન કરી શકે છે.