રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડી, રાયબરેલીના સાંસદ રહેશે, પ્રિયંકા ગાંધી માટે જગ્યા કરી દીધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરલની વાયનાડ સીટ છોડવાની જાહેરાત કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડની સાથે સાથે રાયબરેલીથી પણ ચૂંટણી લડ્યા હતા. બંને સીટો પર તેમણે જીત મેળવી હતી. ત્યારે આવા સમયે હવે રાહુલ ગાંધીએ રાયબરેલી સીટ પોતાની પાસે રાખી છે અને વાયનાડ છોડી દીધી છે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાયનાડ સીટ પરથી ચૂંટણી લડશે.

વાયનાડ સીટ છોડતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મારે રાયબરેલી અને વાયનાડ સાથે ઈમોશનલ કનેક્શન છે. છેલ્લા પાંચ વર્ષથી વાયનાડનો સાંસદ હતો. ત્યાંના તમામ લોકએ, દરેક પાર્ટીના લોકોએ પ્રેમ આપ્યો. તેમનો હ્દયથી આભાર માનું છે. પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે, પણ વચ્ચે વચ્ચે હું પણ ત્યાં જતો રહીશ.

વાયનાડને લઈને કરેલા વાયદા પુરા કરશે

તેમણે આગળ કહ્યું કે, વાયનાડને લઈને જે પણ વાયદા કર્યા છે, તેને પુરા કરીશ. રાયબરેલીથી અમારે જૂનો સંબંધ છે. ખૂબ જ ખુશ થઈ રહ્યા છીએ કે, હું ફરીથી રિપ્રજેંટ કરીશ. મારા માટે આ આસાન નિર્ણય નહોતો. કારણ કે જોડાણ બંને જગ્યા સાથે છે. વાયનાડના લોકો માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા રહેશે.

 

 

Scroll to Top