નવી દિલ્હી: દિલ્હી શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. સીએમ કેજરીવાલને ઈડીએ 21 માર્ચના રોજ ધરપકડ કરી હતી. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. કોર્ટે ઈડીની દલીલો ફગાવી દેતા સીએમ કેજરીવાલને જામીન આપી દીધા છે. તપાસ એજન્સીએ 48 કલાકની મોહલત માગી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.
આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તપાસ એજન્સીએ મની લોન્ડ્રીંગ કેસમાં 21 માર્ચે લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તેમને વચગાળાના જામીન આપી દીધા હતા. વચગાળાના જામીનનો સમય પુરો થયા બાદ 2 જૂને તિહાડ જેલ પ્રશાસન સમક્ષ સરેન્ડર કરી દીધું હતું.
રાઉઝ એવન્યૂ કોર્ટે ઈડીની તમામ દલીલો ફગાવતા સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. કોર્ટે સીએમ કેજરીવાલને 1 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. કહેવાય છે કે, અરવિંદ કેજરીવાલ શુક્રવારે તિહાજ જેલમાંથી આવી શકે છે. સીએમ કેજરીવાલ ઈડી અને સીબીઆઈ તરફથી લગાવામાં આવેલા આરોપને સતત ફગાવતા આવ્યા છે.