નવી દિલ્હી: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આઈસીસી ટી 20 વિશ્વ કપ ફાઈનલની રાહ હવે ખતમ જવા જઈ રહી છે. આજે રાતે ટૂર્નામેન્ટના વિજેતાના નામ સામે આવી જશે. આ મેચમાં સૌની નજર સાઉથ આફ્રિકાની ટીમ પર રહેશે, કેમકે તેણે પહેલી વાર કોઈ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમ પાછલી કેટલીય આઈસીસી ફાઈનલમાં હારની નિરાશાને ટ્રોફીમાં બદલવા માગશે. આ મેચ પર વરસાદનું સંકટ પણ મંડરાયેલું છે અને મેચ ન થઈ શકવાની સ્થિતિમાં કોણ વિજેતા બનશે, તે સવાલ આપણા સૌના મગજમાં ફરે છે.
આઈસીસી ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં આજે રાતે ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે મેચ થશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ગત વર્ષે વન ડે વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારથી નિરાશ છે. તો વળી આ અગાઉ આઈસીસી ટેસ્ટૉ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પણ આ ટીમે હરાવ્યા હતા. આ વખતે સુપર-8માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, જ્યારે ઈંગ્લેન્ડને સેમીફાઈનલમાં બહારનો રસ્તો બતાવ્યો. પાછલી વખતે ટી 20 વિશ્વ કપ સેમીફાઈનલમાં ભારતને આ ટીમે હરાવીને બહાર કરી હતી. સાઉથ આફ્રિકા જો અહીં જીતી જશે તો પહેલી વાર કોઈ આઈસીસી ટ્રોફી પર કબ્જો કરશે.
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે થનારી આઈસીસી ટી 20 વિશ્વ કપની ફાઈનલમાં વધારાની 190 મિનિટ રાખી છે. જો આ મેચ ન થઈ શકે તો રિઝર્વ ડે એટલે 30 જૂને તે પુરી કરવામાં આવશે. આઈસીસીએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જો વરસાદના કારણે મેચ રિઝર્વ ડે પર પણ ન રમાય તો ટૂર્નામેન્ટને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. તેનો અર્થ એ થાય કે, ભારત અને સાઉથ આફ્રિકા બંને ટી 20 વિશ્વ કપ વિજેતા ઘોષિત થશે.