આજે સૌ કોઈ ફિલ્મજગત ના દિવાના છે ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે બધા ને ચોંકાવી દીધા છે. આવો જાણીએ તેના વિશે. હોલીવુડની કલ્ટ જાસૂસી ફિલ્મ સીરીઝ જેમ્સ બોન્ડમાં અભિનય કરી રહેલી એક્ટ્રેસ નાઓમી હેરિસે એક મોટા સ્ટાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. એક સમયે ઓસ્કર માટે નોમિનેટ થયેલી આ એક્ટ્રેસે જણાવ્યું કે તે આશરે 15 વર્ષની હતી જ્યારે આ ઘટના ઘટી હતી.નાઓમી હેરિસે કહ્યું કે, હું એક ઑડિશન માટે ગઇ હતી. ત્યારે તેણે મારા સ્કર્ટમાં હાથ નાંખ્યો.
મારા માટે સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે તે સમયે કાસ્ટિંગ ડાયરેક્ટર અને એક જાણીતા ડાયરેક્ટર પણ ત્યાં હાજર હતા. પરંતુ ત્યાં કોઇએ એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો.કદાચ એ લોકો તે સ્ટારની મોટા વ્યક્તિત્વ અને હોદ્દાના કારણે આજસુધી મોઢુ ખોલી શક્યા નથી.
સૌથી મોટા દુખની વાત એ છે કે તે સ્ટારનું આજે પણ ઇન્ડસ્ટ્રીમાં ઘણું માન છે.અભિનેત્રીએ જણાવ્યું કે ઘણીવાર તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા દરમિયાન આ પ્રકારની હરકત કરનાર પુરુષોનો સામનો કરવો પડ્યો છે.
કેમ્બ્રિજમાં મળેલી શિક્ષાએ દરેક વખતે તેને બચવામાં મદદ કરી છે.હેરિસે જણાવ્યું કે, મને લાગે છે કે આપણા બધા પાસે મગજ હોય છે.જો આપણે તેનો ઉપયોગ કરીએ તો ઘણીવાર આવી પરિસ્થિતીમાંથી બહાર નીકળી શકાય છે.
હેરિસે જણાવ્યા અનુસાર, પુરુષો જાણે છે કે તેઓ આ હરકત પછી બચી નહી શકે પરંતુ તેઓ આવી હરકત કરતાં પહેલાં એકવાર પણ નથી વિચારતા.જણાવી દઇએ કે જેમ્સ બોન્ડ સીરીઝની આવનારી ફિલ્મ ‘નો ડટાઇમ ટુ ડાઇ’માં કામ કરી રહી છે. ફિલ્મમાં તેનું પાત્ર મિસ મનીપેનીનું છે.
તે ફિલ્મમાં બોન્ડ ગર્લ હશે. હવે નાઓમી 43 વર્ષની છે. તેણે બોન્ડ પહેલા 25થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે.આ ઉપરાંત તેણે 10થી વધુ 10 ટીવી શૉઝ કર્યા છે.જો કે હાલમાં તે સારીએવી જિંદગી ગુજારી રહી છે.પરંતુ આ ઘટના એ તેને અંદર થઈ ખુબજ નિરાશ કરી હતી.