આ એજ EVM છે જ્યાં કોઈ પણ બટન દબાવો તો મત ભાજપને જાય છે, જાણો આ મતદાન ક્ષેત્રનું નામ

ઘણી ચુંટણી માં લોકો નું માનવું હતું કે ભાજપ વોટિંગ મશીન સાથે છેડ છાડ કરે છે જો કે કોઈ સાબિત ના હોવાથી લોકો આને અફવા માનતા હતાં. પરંતુ ગઈકાલે આવી એમ સત્ય ઘટના સામે આવી છે આવો જાણીએ તેના વિશે વિગતે.ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઇ.વી.એમ.પર કોઇ પણ બટન દબાવો તો તમારો મત કમળ ઉપર જ પડશે એવી આંચકા જનક માહિતી પ્રકાશમાં આવી છે.

સતારા જિલ્લાના નવેલવાડી ગામમાં મતદાન કેન્દ્ર પર ઇ.વી.એમ.નું કોઇપણ બટન દબાવવામાં આવે તો કમળ પર મત જાય છે. આ અંગે ગામ વાસીઓએ ફરિયાદ કર્યા બાદ ઇ.વી.એમ બદલવામાં આવ્યું હતું. જો કે મતદાન કેન્દ્ર પરના અધિકારીએ આ મામલે માન્ય રાખ્યું હતું.મહારાષ્ટ્રની 14મી વિધાનસભાની ચૂંટણીની મતદાન સહિત સાતારામાં લોકસભાની પેટા ચૂંટણીની પ્રક્રિયા સોમવારે પાર પડી હતી. ત્યારે ત્યાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.

આ દરમિયાન સાતારાના કોરેગાંવ મતદાર ક્ષેત્રમાં મહત્વની ટક્કર હતી.આ મતદાર ક્ષેત્રમાં નવલેવાડી કેન્દ્રમાં ઉપરોક્ત બનાવ બન્યો હતો.મતદારે એન.સી.પી.ના ઉમેદવારને મતદાન કર્યું હતું પણ વી.વી.પેટમાં કમળનું ચિહ્ન જોયું એટલે કે મત ભાજપના ઉમેદવારને જતો હોવાનું અમુક ગામવાસીઓના ધ્યાનમાં આવ્યું હતું.આ સવારે 11 વાગે ધ્યાનમાં આવ્યું હતું તે દરમિયાન 291 થી વધુ મતદાન કરી ચૂક્યા હતાં. મતદાન કેન્દ્ર પરના અધિકારીને આ બાબતે ફરિયાદ કરી હતી. તેમજ નારાજગી વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો હતો.અને જોતા જોતામાંજ આ મુદ્દો ખુબજ વાઈરલ થયો હતો.

શરૂઆતમાં ગામવાસીની ફરિયાદ સામે મતદાન અધિકારીએ દુર્લક્ષ સેવ્યું હોવાનું ગામવાસીઓ કહેતા હતા.આ મામલે આક્રમક થયેલા ગામવાસીઓને શાંત પાડવા પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી.દરમિયાન અહીં થોડોક સમય તંગદીલી વ્યાપી હતી.

આખરે મતદાન કેન્દ્ર પરના અધિકારીએ આ બાબતે દખલ લેવી પડી હતી.અને ઇ.વી.એમ મશીનની ચકાસણી કરી તો મશીનમાં ખરાબ હોવાનું તેમને માન્ય કર્યું હતું.પરંતુ તેવું સ્પષ્ટતા થઈ સ્વીકાર્યું નહતું કે આ કાવતરું કરેલ છે.

ત્યારબાદ મતદાન કેન્દ્ર પરની તંગદીલી દૂર થઇ હતી.ઇ.વી.એમ મશીન બાબતે કોઇપણ વિરોધ કરશે તો તેની સામે કાર્યવાહી થશે એવો ફતવો ચૂંટણી કમિશનરે બહાર પાડયો હતો.પરંતુ સાતારામાં ઇ.વી.એમ મશીન સાથે ચેડા થયું તેનું શું.એવો પ્રશ્ન નિર્માણ થાય છે.

મનસેનાના રાજ ઠાકરે ઇ.વી.એમ મશીનનો વિરોધ કરતા હતાં.તેના બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવું જોઇએ. એવો આગ્રહ સુદ્ધા ધર્યો હતો.જો કે હજી પણ અધિકારીઓ આ વાત પર કોઈને હાથ મુકવા દેતાં નથી.તેઓ હજી પણ તેવુજ મને છે કે આ વાત તદ્દન ખોટી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top