સારા અલી ખાન હંમેશાંથી જ ઍક્ટિંગ કરવા માંગતી હતી. તેનું સ્વપ્ન પણ પૂરું થયું અને તેને સફળતા પણ મળી. તેની શરૂઆતના એક વર્ષની અંદર જ સારાની ગણતરી બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાં થવા લાગી છે.
સારાએ હાલમાં જ તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક જૂની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જો કે આ તસવીરોમાં તેમની અદાઓ અને સ્ટાર્સ વાળો એટીટ્યુડ જોવા લાયક છે.આ તસવીરો સાથે સારાએ લખ્યું, ‘2000 થી હું મારા શોટની રાહ જોઈ રહી છું.
સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના નવા અને જુના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તે ખૂબ ચુલબુલી છે અને તેને ફરવાનું પણ ખૂબ પસંદ છે.
ફિલ્મોની વાત કરીએ તો સારા કાર્તિક આર્યનની ઓપીઝીટ ‘લવ આજ કલ’ માં જોવા મળશે. આ સિવાય તે વરૂણ ધવનની સાથે ‘કુલી નંબર વન’માં પણ જોવા મળશે.
આ દિવસોમાં સારા તેની પ્રોફેશનલ લાઇફ કરતા વધારે તેની પર્સનલ લાઇફ વિશે ચર્ચામાં છે. તે ઘણી વાર તેના કો-સ્ટાર કાર્તિક આર્યનની સાથે જોવામાં આવે છે. બંને ઘણી વાર એક સાથે ક્વોલિટી સમય ગાળતાં જોવા મળ્યાં. પરંતુ રિપોર્ટ્સ ના અનુસાર, હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે અને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યા છે.