સુરતમાં રાક્ષસી ક્રૂરતા જેવો કિસ્સો – નંદી પર નિર્દયતાથી હુમલો કરી કુહાડીના ઘા માર્યા

મોરા ગામ મોટાવાડા આવાસમાં રહેતા ફરિયાદી વિજય આહિરે જણાવ્યું હતું કે, સોમવારે સાંજે 6.30 વાગ્યાના સુમારે કોઈએ તેમને ફોન કરીને જણાવ્યું કે ભેંસાણ રોડ પર સ્વાગત રેસીડેન્સી પાસે ખુલ્લા મેદાનમાં બળદને ઈજા થઈ છે. તેના પર કોઈએ કુહાડીનો ઘા માર્યો છે અને કુહાડી તેના શરીરમાં ઘુસી ગઈ છે. એવું લાગે છે કે કોઈએ તેના પર કુહાડી વડે નિર્દયતાથી હુમલો કર્યો છે.

ઘટનાસ્થળે પહોંચી વિજયે નંદીને સારવાર માટે વેટરનરી હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી અને પશુ પ્રેમી સંસ્થાઓ અને ઈચ્છાપોર પોલીસને જાણ કરી હતી. ઈચ્છાપોર પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

કોમ્બિંગ – પાંડેસરામાં ફરી હથિયારો સાથે બદમાશો ઝડપાયા

સામાજિક કલંક પર લગામ કસવા પોલીસે સોમવારે રાત્રે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી મોટાપાયે કોબિંગ કર્યું હતું. ડીસીપી વાઘમારેએ ઝોનના તમામ પોલીસ સ્ટેશનોમાં 80 પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો બનાવીને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર સર્ચ ઓપરેશનનું આયોજન કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા 132 વાહનો જપ્ત કર્યા હતા. છરી સહિતના ઘાતક હથિયારો સાથે નાસતા ફરતા 9 લોકોને પકડ્યા હતા. નશાની હાલતમાં મળી આવેલા 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી. સ્થળ પર જ ડ્રાઇવરો પાસેથી 13 હજાર 600 રૂપિયાનું ચલણ વસૂલ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોલીસે કોમ્બિંગની કાર્યવાહી કરી અનેક લોકોને હથિયાર સાથે પકડી પાડ્યા હતા.

Scroll to Top