શાસ્ત્રો અનુસાર ‘દાન’ ને એક મહાન પુણ્ય માનવામાં આવે છે.અને એવું પણ કહેવામાં આવે છે કે દાન કરવાથી માણસના ઘણા પાપ કાપવામાં આવે છે.અને તેને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સાયદ આ માન્યતાની આધારે હિન્દુ ધર્મમાં દાન ને આટલું મહત્વ આપવામાં આવે છે.અને સમયાંતરે ધાર્મિક સ્થળો અથવા મંદિરોમાં જાય છે અને દાન પુણ્ય કમાતા હોય છે.
દાનનું મહત્વ.પરંતુ માત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને કેમ દાન કરવાનું છે.કેમ ઘરના દરવાજે કોઈ જરૂરિયાતવાળાને દાન ન આપવું. કેમ તેમને જરૂરી ચીજો આપીને દાન કર્મ કરવામાં આવે છે.આ વ્યક્તિઓને દાન અવશ્ય કરો.શાસ્ત્રોની એક માન્યતા અનુસાર,જો તમારા બરવાજા પણ આ 4 વ્યક્તિઓ આવે તો તેને દાન આપ્યા વગર કોઈ દિવસ પાછા ન કાઢો.જો તેને આપવા માટે તમારી પાસે કઈ હોય તો જરૂર આપો.તેમણે દાન કરવાથી તમારા ઘરમાં ગણી ખુશીઓ આવશે.અને કુંડલીના ગ્રહદોષ દૂર થાય છે.
ભિખારી.જો તમારા દરવાજા પર કોઈ ભિખારી ભિખ માગવા માટે આવે છે .તો તેને ખાલી હાથે ન જવા દો.અને હાથ થોડાક પૈસા કે કપડાં કે પછી ખાવાની વાસ્તુ આપીને મોકલો.
કિન્નર.જો તમારા ઘર અથવા કાર્યસ્થળના દરવાજા પર કિન્નર આવીને કંઈક માંગે છે,તો તેને ખાલી હાથ મોકલવાનું ભૂલશો નહીં. કિન્નરો ને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહો મજબૂત થાય છે.અને જે ભાગ્યનું કારણ માનવામાં આવે છે.એટલા માટે કિન્નરોને જરૂર દાન કરો.અને સંભવ હોય તો તેમને લીલા રંગની વસ્ત્રનું દાન કરો.
વિકલાંગ.જો તમારા દરવાજા પર કોઈ વિકલાંગ ભિખારી અથવા અપંગ વ્યક્તિ મદદ માટે બોલાવે તો તેની મદદ જરૂર કરો.કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા લોકો ને શનિ-રાહુનું પ્રતીક માનવામાં આવે છે અને તેમને કોઈક મદદ અથવા દાન કરવાથી તમારી કુંડળીમાં પાપી ગ્રહોની દુષ્ટ પ્રભાવ ઓછો થાય છે.
સલાહકાર.જો દરવાજા પર કોઈ સલાહકાર કે પછી કોઈ વિદ્વાન વ્યક્તિ કે પછી કઈ સંત મહાત્મા આવે તો,તો તેને ખાલી હાથે ન જવા દો.અને તેમની જોડેથી જ્ઞાન પ્રાપ્ત કરો.અને તેમનો આશીર્વાદ લો.અને તેમણે જરૂરી વસ્તુનું દાન કરો.આવું કરવાથી ઘરમ ખુશીઓ આવે છે.