તમે તમારી ઘરના અથવા ક્યાંક બહાર લોકોને રેમ નામનું જાપ કરતા જોયક હશે. વડીલોને તમે ચોપડીમાં રામ નામ લખતાં કે માળા લઈને રામ નામ જપતાં જોયા હશે પરંતુ એક ગામ એવું છે જ્યાંના રહેવાસીઓ એ આખા શરીર પર રામનું નામ લખી દીધું છે. રામ નામની આવી ભક્તિ તમને કદાચ જ જોવા મળશે. છત્તીસગઢના રામનામી સંપ્રદાયની જ્યાં લોકો પોતાના આખા શરીર પર રામનું નામ લખાવે છે.
આ તેમની સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. એક એવી સંસ્કૃતિ જેમાં રામ નામને કણ કણમાં વસાવવાની પરંપરા છે. તમને વિચાર આવ્યો હશે કે લોકો આવું શા માટે કરે છે. ભગવાનની ભક્તિ કરવા માટે અનોખા રસ્તા અપનાવે છે તેના વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ આપણા દેશમાં એવો સમુદાય પણ વસે છે.
જે તેના પૂરા શરીર પર રામ નામ લખે તો છે પરંતુ ક્યારેય તેની પૂજા કરતો નથી. આપણા દેશમાં વસતા આ સમુદાયના લોકો ક્યારેય મંદિરમાં પૂજા પાઠ કરવા જતા નથી. કહેવાય છે કે ટૈટૂ આ સમાજના લોકો માટે એક સામાજિક બગાવતની નિશાની છે.
છત્તીસગઢના જાંજગીર-ચાંપાના એક નાનકડા ગામ ચારપારામાં એક દલિત યુવક પરશુરામે 1890 ની આસપાસ રામનામી સંપ્રદાયની સ્થાપના કરી હતી. 100 વર્ષથી પણ વધુ સમયથી છત્તીસગઢના રામનામી સમાજમાં એક અનોખી પરંપરા છે.
આ સમાજના લોકો આખા શરીર પર રામનું નામ છુંદાવે છે પરંતુ તેઓ ક્યારેય મંદિર નથી જતા અને મૂર્તિ પૂજા નથી કરતા. સ્થાનિક ભાષામાં આ રીતે ટેટૂ બનાવવાને ‘ગોદના’ કહે છે. લગભગ 100 વર્ષ પહેલા ગામમાં હિંદૂઓ ધર્મની ઉચ્ચ જાતિના લોકોએ આ સમુહના લોકો માટે મંદિરમાં જવાની મનાઈ ફરમાવી હતી. ત્યારથી આ પ્રથા શરૂ થઈ છે. તેઓ પોતાના શરીર પર રામ નામ લખાવે છે.
આ સમુદાય છે છત્તીસગઢના રામનામી સમાજના લોકો. તેઓ શરીરના દરેક ભાગ પર રામનામ લખાવે છે. આ સમાજના લોકો રામ નામ તો લખાવે છે પરંતુ તેઓ મંદિરમાં જતા નથી કે કોઈ ભગવાનની મૂર્તિની પૂજા કરતા નથી.
રામનામી સમાજના લોકોને રમરમિહા નામથી પણ ઓળખવામાં આવે છે. રામનામી જાતિના લોકોની આબાદી લગભગ એક લાખ છે અને છત્તીસગઢના 4 જિલ્લામાં તેમની સંખ્યા વધારે છે. દરેકમાં ટેટૂ બનાવવું સામાન્ય બાબત છે.
જો કે સમયની સાથે ટેટૂ બનાવવાનું ચલણ થોડું ઘટ્યું છે. રામનામી જાતિની નવી પેઢી ભણવા અને નોકરી-ધંધો કરવા માટે બીજા શહેરોમાં જાય છે એટલે નવી પેઢી આખા શરીરે ટેટૂ બનાવવાનું પસંદ નથી કરતી.
આ વિશે અહીંના લોકો કહે છે કે, આજની પેઢી આખા શરીરે ટેટૂ નથી બનાવતી એનો અર્થ એમ નથી કે તેમને શ્રદ્ધા નથી. આખા શરીર પર ભલે તેઓ રામનું નામ ન ત્રોફાવે પરંતુ અમુક ભાગમાં રામ-રામ લખાવીને પોતાની સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે.
છત્તીસગઢમાં જમગાહન ગરીબ અને પછાત વિસ્તાર છે. અહીં રહેતા રામ ટંડન પણ 50 વર્ષથી આ પરંપરાને નિભાવે છે. તેમની ઉંમર 76 વર્ષની છે. જો કે હવેની પેઢીના લોકોને કામ કાજ માટે અન્ય શહેરમાં જવું પડે છે.
તેથી તે આખા શરીર પર નહીં પરંતુ શરીરના કેટલાક ભાગ પર તો રામ નામ લખાવે જ છે. છત્તીસગઢના ચાર જિલ્લામાં તેમની સંખ્યા વધારે છે. તેમની આબાદી અંદાજે એક લાખ જેટલી છે. તે તમામમાં ટૈટૂ કરાવવાની પરંપરા સામાન્ય વાત છે.
આ સમાજમાં જન્મેલા લોકોના શરીરના કેટલાક ભાગ પર ટેટૂ બનાવવાનું જરૂરી છે. ખાસ કરીને બાળક બે વર્ષનું થાય તે પહેલા છાતી પર ટેટૂ બનાવાય છે. ટેટૂ ત્રોફાવનાર વ્યક્તિ દારુનું સેવન નથી કરી શકતી. સાથે જ દરરોજ રામનું નામ જપવું પણ જરૂરી છે.
મોટા ભાગના રામનામી લોકોના ઘરની દિવાલ પર પણ રામ-રામ લખેલું હોય છે. આ સમાજના લોકોમાં રામ-રામ લખેલા પહેરવાનું ચલણ છે. સાથે જ લોકો એકબીજાને રામ-રામ નામથી જ બોલાવે છે.
રામનામી ઓની ઓળખ તેમણે રામનું નામ કઈ રીતે છુંદાવ્યું છે તેના પરથી થાય છે. જેમકે, શરીરના કોઈ ભાગ પર રામ રામ લખાવનાર વ્યક્તિ રામનામી કહેવાય છે. કપાળ પર રામનામ લખાવનાર વ્યક્તિ શિરોમણિ અને આખા માથામાં રામનું નામ લખાવનારને સર્વાંગ રામનામી કહેવાય છે. તેમજ આખા શરીર પર રામ નામ લખાવનારને નખશિશ રામનામી કહેવાય છે.
રામનામી સમાજનું કાયદાકીય રીતે રજિસ્ટ્રેશન થયેલું છે. અને લોકશાહી ઢબે દર પાંચ વર્ષે ચૂંટણી પણ થાય છે. આજે કાયદામાં ફેરફાર કરીને તેમના સમાજમાંથી ઊંચ-નીચનો ભેદ દૂર કરાયો છે.
આ બધાની વચ્ચે રામનામી લોકોએ અન્ય સમાજોની વચ્ચે પોતાનું સ્થાન મેળવવાની આશા છોડી નથી. આ સમાજના કેટલાક લોકોનું કહેવું છે કે, અત્યારે લોકો ધર્મ કર્મથી વધારે દેખાડામાં માને છે. હકીકતે આ સમાજના લોકોની આ પરંપરા ભગવાનની ભક્તિ સાથે સામાજિક વિદ્રોહના રૂપે જોવામાં આવે છે. કહેવાય છે કે, 100 વર્ષ પહેલા આ ગામમાં હિંદુઓની ઊંચી જાતિના લાકોએ આ સમાજના સભ્યોને મંદિરમાં આવતા રોક્યા હતા.
ત્યાર બાદથી જ તેમણે વિરોધ કરવા માટે ચહેરા સહિત આખા શરરી પર રામના નામનું ટેટૂ બનાવવાનું શરૂ કર્યું. શરીર પર બનેલા ટેટૂ ભગવાન કોઈ ખાસ જાતિના નહીં સૌના છે તે વાત સૂચિત કરે છે. અને માટે જ તેઓ અત્યાર સુધી આ પ્રથા ચાલુ રાખી છે.