આપણા દેશ માં ધાર્મિક દેશો માં એક માનવામાં આવે છે અને આપના ભારત દેશ માં માતાજી ના કુલ 51 શક્તિ પીઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સતીના અંગ જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં ત્યાં શક્તિ પીઠની સ્થાપના કરવામાં આવી પણ બધા શક્તિ પીઠ નું એક મહત્વ છે પરંતુ આજે આપણે આ પોસ્ટ દ્વારા જે શક્તિ પીઠના વિશે વાત કરવા જઈ રહ્યા છે તે ભક્તો માટે એક આસ્થાનું ધામ બની ગયું છે આ શક્તિ પીઠ ઉત્તર પ્રદેશ ના બલરામ પુર જિલ્લામાં છે.
ઉત્તર પ્રદેશમાં સ્થાપિત માતા રાનીનું આ ધામ બલરામ પુર જિલ્લાથી લગભગ 28 કિલો મીટર થી દુર તુલસી પુર માં બનેલું છે એવું કહેવા માં આવે છે કે આ ધામમાં માતાજીનો ખભો અને પટ નો ભાગ પડ્યો હતો જેના કારણે તેને પાટન કહેવા માં આવે છે આ ધામ ને યોગ પીઠ પણ માનવા માં આવે છે આ શક્તિ પીઠ માં બિરાજ માન માતા ને માં પાટેસ્વરી ના નામ થી ઓળખવા માં આવે છે આ મંદિર આખી દુનિયા માં ઘણું પ્રખ્યાત છે માતાજી નું આ પવિત્ર સ્થળ નેપાલ ની સીમા ના બિલકુલ નજીક છે આ મંદિર માં લોકો આખી દુનીયા માં થી દર્શન કરવા આવે છે.
માન્યતા પ્રમાણે એવું કહેવા માં આવે છે કે આ મંદિર નો સબંધ માતા સતી ની સાથે સાથે ભગવાન શિવ ગુરુ ગોરખ નાથ અને કર્ણ સાથે છે આ મંદિર ના મહંત નું કહેવું છે કે ચૈત્ર અને શરદીન નવરાત્રી માં માતા ની પીંડી પાસે ચોખા ની ઢગલી કરી ને વિશેષ પૂજા કરવા માં આવે છે પૂજા પુરી થયા પછી ભક્તો માં ચોખા વહેંચવા માં આવે છે રવિવાર ના દિવસે માતાજી ને હલવા નો ભોગ ચડાવવામાં આવે છે અને શનિવાર ના દિવસે લોઠ અને ગોળમાં બનેલી રોટલી વિશેષ ભોગ ચડાવવામાં આવે છે.
માતાજીના આ પવિત્ર સ્થળ વિશે એવું કહેવામાં આવે છે કે આ શક્તિ પીઠનું મહત્વ મહાભારતથી જોડાયેલું છે અહીંયા એક કુંડ છે જ્યાં કર્ણ એ સ્નાન કર્યું હતું અને સૂર્ય દેવતાને પાણી અર્પણ કર્યું હતું એવું કહેવામાં આવે છે કે આ શક્તિ પીઠના કુંડમાં જે પણ શ્રદ્ધાળુ ઓ સ્નાન કરે છે તેમના તમામ પાપ ધોવાઈ જાય છે એટલુંજ નહી પણ લોકો ના દરેક દુઃખો પણ દૂર થઈ જાય છે આ કુંડમાં સ્નાન કરવા માટે શ્રધ્ધાળુઓ દૂર દૂરથી આવે છે આ કુંડ ને સૂર્ય કુંન્ડ કહેવામાં આવે છે.
આ મંદિરમાં માતાજીને પ્રસન્ન રાખવા માટેમાં પાટેસ્વરીના ધામમાં ભક્તિ ગીત અને નૃત્ય કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નૃત્ય કરવા થી માતાજી ખુશ થાય છે અને દરેક મનોકામના પુરી કરે છે માતાજીના ધામમાં દરેક સમયે ખૂબ ભીડ રહેલી હોય છે જ્યારે આ મંદિર માં વધારે ભીડ થાય છે ત્યારે આ વિશેષ પૂજા કરવા માં આવે છે શ્રધ્ધાળુ ઓના વચ્ચે માતાજી નું સ્થાન નું મુખ્ય પ્રમુખ ધામ બનેલું છે અહીંયા જે પણ ભક્તો આવે છે તેમના પાપ અને દરેક બીમારીઓ માં થી મુક્તિ મળે છે વિશેષ રૂપ થી આ મંદિરના કુંડમાં સ્નાન કરે કરે છે બધા રોગોથી મુક્તિ મળે છે માતાજીનું ધામ ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.