એવું કેહવાઈ છે કે આખા પાકિસ્તાન માં માત્ર બે ટકા જ હિન્દુ વસવાટ કરે છે ત્યારે આ બે ટકા વસ્તી માં એક નામ હમીરસિંહ કરણી નું પણ છે.આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ તે એક રાજવી પરિવાર ના પ્રિન્સ છે આવો જાણીએ તેમના વિશે વિગતે.
વાત કરીએ કરણી સિંહ ની તો હમણાંજ મળતી માહિતી મુજબ તેઓ ને ત્યાં બાબા નો જન્મ થયો છે જે વેટ ને લગભગ આજે બે વર્ષ થઈ વધારે થયું છે. પાકિસ્તાનના ઉમરકોટ હકૂમતના પ્રિન્સ કરણી સિંહની પત્ની પ્રિંસેસ પદ્મિનીએ દીકરાને જન્મ આપ્યો છે.
રાજકુમારી પદ્મિની રાજસ્થાનના કાનોતાના ઠાકુર માનસિંહની દીકરી છે. બંનેના લગ્ન 20 ફેબ્રૂઆરી 2015 માં થયા હતા. આ લગ્નમાં પાકિસ્તાનના 100 થી વધુ મહેમાન જયપુર પહોંચ્યા હતા. રાજવી લગ્ન તેઓના લગ્નમાં બોલીવુડની ઘણી સેલિબ્રીટીઓએ પદાર્પણ કર્યું હતું.સાથે જ રાજસ્થાની લોક કલાકારોએ પણ એમાં પર્ફોર્મન્સ કર્યું હતું. પાકિસ્તાનનો ભાગ બની ભારત-પાકિસ્તાનના પાર્ટીશન પછી અનેક હકૂમતો પાકિસ્તાનનો ભાગ બની ગઈ હતી.
એમાંની એક હકૂમત ઉમરકોટની છે. રાણા ચંદ્ર સિંહ તેના રાજા હતા.હમીર સિંહ કરણી તેમના દીકરા હતા.પ્રિન્સ કરણીનો ઠાઠ હમીર સિંહ કરણીના દીકરા છે પ્રિન્સ કરણી સિંહ.પ્રિંસ કરણી સિંહને શિકાર કરવાનો શોખ છે. તેઓના બોડીગાર્ડ હંમેશાં એકે 47 રાઇફલ અને શોટગન સાથે રાખે છે.રાજકાણમાં રાજવી રાણા ચંદ્ર સિંહ સાત વાર એમપી અને સેંટ્રલ મિનિસ્ટર રહી ચૂક્યા છે. તે પૂર્વ પીએમ જુલ્ફિકાર અલી ભુટ્ટોના નજીકના મિત્ર છે.
તે સાત વાર એમપી અને સેન્ટ્રલ મિનિસ્ટરની ભૂમિકા ભજવી ચૂક્યા છે.પોતાની હિંદુ પાર્ટી ત્યાર બાદ તેમણે અલગ હિંદુ પાર્ટી બનાવી હતી જેનો ઝંડો કેસરિયા રંગનો હતો અને ઓમ અને ત્રિશૂલની નિશાની હતી.ઇલેક્શનમાં સક્રીય,રાણા ચંદ્ર સિંહનું વર્ષ 2009 માં નિધન થઈ ગયું હતું.ત્યાર બાદ તેમના દીકરા હમીર સિંહ કરણી પણ રાજકારણમાં સક્રીય છે.પ્રિન્સ કરણી પોતાના પિતા સાથે ઇલેક્શન કેમ્પેઇનમાં સાથે જોવા મળ્યા હતા.રાજા પુરુના વંશજ.
પાકિસ્તાનના મુસલમાન માને છે કે હમીર સિંહનો પરિવાર રાજા પુરુના વંશજ છે.પાકિસ્તાનના ઘણા મુસ્લિમ તેમની સુરક્ષામાં પણ તેનાત રહે છે. ઉમરકોટનો રાજવી ઇતિહાસ.જણાવી દઈએ કે ઉમરકોટમાં જ 1540 માં શેર શાહ સૂરીથી હાર્યા પછી હુમાયુંએ આશરો લીધો હતો. આ જગ્યાએ શહેનશાહ અકબરનો જન્મ કિલ્લામાં થયો હતો.આપના માટે ખુબજ ગર્વ ની વાત કેહવાઈ છે કે આજે એક ક્ષત્રિય ત્યાં રહે છે જ્યાં હિન્દૂ ની સંખ્યા માત્ર બે ટકાજ છે.