પોલીસે દિલ્હીના મજનુ કા ટીલા વિસ્તારમાંથી એક ચીની મહિલા નાગરિકની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે મહિલા જાસૂસી માટે ભારત આવી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, મહિલા નેપાળની નાગરિક બનીને બૌદ્ધ સાધુના પોશાકમાં રહેતી હતી. આરોપી મહિલાનું નામ Cai Ruo છે.
મહિલા સાથે મળી આવેલા નાગરિકતાના દસ્તાવેજોમાં તેનું નામ ડોલ્મા લામા અને તેનું સરનામું કાઠમંડુ લખેલું હતું. જ્યારે FRRO દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે મહિલા ચીનની નાગરિક છે. 2019માં ચીનના પાસપોર્ટ પર ભારત આવી હતી. મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ તેને મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મહિલા અંગ્રેજી, ચાઈનીઝ અને નેપાળી ભાષાઓ જાણે છે. મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.